________________
પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧
| ૨૬૭ |
અર્ચિ, અર્ચિરાવર્ત આદિ વિમાનોની વિશાળતા માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂર્યના ગમનક્ષેત્રથી પાંચ ગુણા ક્ષેત્રપ્રમાણ, કામ-કામાવર્ત આદિ વિમાનોની વિશાળતા માટે સાત ગુણા ક્ષેત્રપ્રમાણ અને વિજય, વેજયંત, જયંત તથા અપરાજિત વિમાનોની વિશાળતા માટે નવ ગુણા ક્ષેત્રપ્રમાણ પગલાં ભરનાર દેવનું કથન છે.
આ રીતે પ્રસ્તુત સુત્રોમાં વિમાનોની વિશાળતા, અસત્કલ્પના દ્વારા દેવની ગતિના માધ્યમથી સમજાવી છે. તેમાં દેવોની મર્યાદિત ગતિ કહી છે. વાસ્તવમાં તો દેવોની ગતિ ઉપરોક્ત ગતિથી અસંખ્યગુણી હોય છે, કારણ કે દેવો પોતાની દિવ્ય ગતિથી એક મુહુર્ત માત્રમાં ઊર્ધ્વલોકથી તિરછા લોકમાં આવી શકે છે. અર્થાત એક જ મુહૂર્તમાં અસંખ્યાત યોજન પ્રમાણ ક્ષેત્રને પાર કરી શકે છે.
સ્વસ્તિકાદિ વિમાનો વૈમાનિક દેવોના છે અને વિજયાદિ વિમાનો અનુત્તર વિમાનના છે. સમવાયાંગ સૂત્રના આઠમા સમવાયમાં અર્ચિ આદિ વિમાનોના નામ છે. આ વિમાનો પૃથ્વીમય હોવાથી તિર્યંચ નામના આ ઉદ્દેશકમાં તેનું કથન છે. આ સ્વસ્તિકાદિ વિમાનોમાં સંખ્યાત યોજન તથા અસંખ્યાત યોજન, તેમ બંને પ્રકારના વિમાનો છે અને વિજય આદિ ચારે વિમાનો અસંખ્યાતા યોજનાના છે.
In તિર્યંચ ઉદ્દેશક – ૧ સંપૂર્ણ