________________
પ્રતિપત્તિ-૩ઃ તિર્યંચ ઉદ્દેશક-૧
[ ૨૫૭ ]
२४ ते णं भंते ! जीवा कओ उववज्जंति, किं णेरइएहितो उववजंति, तिरिक्ख जोणिएहिं उववति,पुच्छा? गोयमा ! असंखेज्जवासाउय-अकम्मभूमग-अंतरदीवगवज्जेहिंतो उववज्जति। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નારકમાંથી આવે છે કે તિર્યંચમાંથી આવે છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર- હે ગૌતમ ! અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય અને તિર્યંચોને છોડીને શેષ સર્વ સ્થાનોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. | २५ तेसिं णं भंते ! जीवाणं केवइयं कालं ठिई पण्णत्ता? गोयमा ! जहण्णेणं अंतोमुत्तं उक्कोसेणं पलिओवमस्स असखेज्जइभाग। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ખેચર તિર્યંચ જીવોની સ્થિતિ કેટલા કાલની છે? ઉત્તર-હે ગૌતમ! તેઓની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. | २६ तेसिंणं भंते ! जीवाणं कइ समुग्घाया पण्णत्ता? गोयमा ! पंच समुग्घाया पण्णत्ता,तं जहा- वेयणासमुग्घाए जावतेयासमुग्घाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો કેટલા સમદુઘાત હોય છે? ઉત્તર- હે ગૌતમ! પાંચ સમુઘાત હોય છે–વેદના સમુદ્યાત થાવ તૈજસ સમુદ્દઘાત. | २७ तेणं भंते ! जीवा मारणांतियसमुग्घाएणं किं समोहया मरति, असमोहया मरति? गोयमा ! समोहया वि मरति, असमोहया वि मरति । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો મારણાંતિક સમુઘાતથી સમવહત થઈને મરે છે કે મારણાંતિક સમુદ્યાત વિના અસમવહત મરે છે? ઉત્તર- હે ગૌતમ! સમવહત થઈને પણ મરે છે અને સમવહત થયા વિના પણ મરે છે. | २८ ते णं भंते ! जीवा अणंतरं उव्वट्टित्ता कहिं गच्छति ? कहि उववज्जति? किं णेरइएसुउववति,तिरिक्खजोणिएसु उववति, पुच्छा? गोयमा ! एवं उव्ववट्टणा भाणियव्वा जहा वक्कंतीए तहेव। ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! ખેચરતિર્યંચ પંચેન્દ્રિયો મરીને અનંતર ક્યાં ઉત્પન્ન થાય છે? ક્યાં જાય છે? શું નારકીઓમાં ઉત્પન્ન થાય છે કે તિર્યંચયોનિઓમાં ઉત્પન્ન થાય છે, ઈત્યાદિ પ્રશ્ન? ઉત્તર– હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના વ્યુત્ક્રાંતિપદ અનુસાર જાણવું જોઈએ. | २९ तेसिं णं भंते ! जीवाणं कइ जाइकुलकोडिजोणिपमुह-सयसहस्सा पण्णता? गोयमा !बारस जाइकुलकोडिजोणिपमुह-सयसहस्सा। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોની કેટલા લાખ યોનિ પ્રમુખ જાતિ કુલ કોટિ હોય છે? ઉત્તર- હે ગૌતમ! બાર લાખ યોનિ પ્રમુખ જાતિ કુલ કોટિ હોય છે.