________________
૨૫૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અપર્યાપ્ત, એમ ચાર-ચાર ભેદ છે. આ સર્વ ભેદ-પ્રભેદનું કથન પ્રતિપત્તિ-૧, પ્રમાણે જ છે. યોનિસંગ્રહની અપેક્ષાએ તિર્યંચોના ભેદ અને ગઢદ્ધિઃ| १८ खहयर-पंचिंदिय-तिरिक्खजोणिया णं भंते ! कइविहे जोणिसंगहे पण्णते? . गोयमा ! तिविहे जोणिसंगाहे पण्णत्ते, तंजहा- अंडया, पोयया, समुच्छिमा। अडया तिविहा पण्णत्ता,तजहा-इत्थी,पुरिसा,णपुसगा। पोययातिविहा पण्णत्ता,त जहा- इत्थी, पुरिसा, णपुसगा। तत्थ ण जे ते समुच्छिमा ते सव्वे णपुसगा। ભાવાર્થ..પન- હે ભગવન! ખેચર પંચેન્દ્રિય તિર્યંચોની યોનિ સંગ્રહના કેટલા પ્રકાર છે? ઉત્તરગૌતમ! તેના યોનિ સંગ્રહના ત્રણ પ્રકાર છે, જેમ કે– અંડજ, પોતજ અને સંમૂર્છાિમ. અંડજના ત્રણ પ્રકાર છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. પોતજના ત્રણ પ્રકાર છે– સ્ત્રી, પુરુષ અને નપુંસક. સંમૂર્છાિમ બધા નપુંસક જ હોય છે. |१९ एएसिणं भंते ! जीवाणं कइ लेसाओ पण्णत्ताओ? गोयमा ! छल्लेसाओ पण्णत्ताओ,तं जहा- कण्हलेसा जावसुक्कलेसा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયોને કેટલી વેશ્યાઓ છે? ઉત્તર-હે ગૌતમ ! છ લેશ્યાઓ હોય છે- કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા.
२० ते णं भंते! जीवा किं सम्मदिट्ठी मिच्छादिट्ठी, सम्मामिच्छदिट्ठी? गोयमा ! सम्मदिट्ठी वि मिच्छदिट्ठी वि सम्मामिच्छदिट्ठी वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો સમ્યગુદષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ સમ્યગુદષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે અને મિશ્રદષ્ટિ પણ છે. | २१ ते णं भंते! जीवा किं णाणी अण्णाणी? गोयमा ! णाणी वि, अण्णाणी वि, तिण्णि णाणाईतिण्णि अण्णाणाई भयणाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો જ્ઞાની છે કે અજ્ઞાની છે? ઉત્તર- હે ગૌતમ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે, તેને બે અથવા ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે, તેને બે અથવા ત્રણ અજ્ઞાન હોય છે. | २२ तेणं भंते! जीवा किंमणजोगी वइजोगी कायजोगी? गोयमा!तिविहा वि। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન્! ખેચરતિર્યંચ પંચેન્દ્રિયો શું મનયોગી છે, વચનયોગી છે કે કાયયોગી છે? ઉત્તર– હે ગૌતમ! તેઓને ત્રણે યોગ હોય છે. | २३ तेणं भंते ! जीवा किं सागारोवउत्ता अणागारोवउत्ता? गोयमा ! सागारोवउत्ता वि अणागारोवउत्ता वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ખેચર તિર્યંચ પંચેન્દ્રિયો સાકાર ઉપયોગી છે કે અનાકાર ઉપયોગી છે? ઉત્તર– હે ગૌતમ! તેઓ સાકાર ઉપયોગી પણ હોય છે અને અનાકાર ઉપયોગી પણ હોય છે.