________________
પ્રતિપત્તિ-૩ : તિર્યંચ ઉદ્દેશક-૧
૨૫૫
१४ से किं तं भंते! परिसप्प-थलयर-पंचिंदिय- तिरिक्खजोणिया ?
गोयमा !परिसप्पथलयर-पंचिंदिय- तिरिक्ख- जोणिया दुविहा पण्णत्ता, तंजहा - उरपरि सप्पथलयस्-पंचिंदिय-तिरिक्खजोणिया, भुयपरिसप्प-थलयर-पंचिंदिय तिरिक्खजोणिया ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે– ઉ૨પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ અને ભુજપરિસર્પ સ્થલચર
પંચેન્દ્રિય તિર્યંચ.
१५ से किं तं भंते! उरगपरिसप्प-थलयर-पंचिंदिय तिरिक्खजोणिया ?
गोयमा !उरगपरिसप्प-थलयर-पंचिंदिय-तिरिक्खजोणिया दुविहा पण्णत्ता, तं जहाजहेव जलयराणं तहेव चउक्कओ भेओ । एवं भुयगपरिसप्पाण वि भाणियव्वं । से तं भुयपरिसप्पथलयर-पंचिंदियतिरिक्ख जोणिया । सेतं थलयर-पंचिंदिय-तिरिक्खजोणिया । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે. જલચરોની જેમ તેના પણ ચાર ભેદ જાણવા જોઈએ. આ જ રીતે ભુજપરિસર્પોના પણ ચાર ભેદ કહેવા જોઈએ. આ ભુજપરિસર્પોનું કથન થયું. આ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોનું કથન પૂર્ણ થયું. १६ से किं तं भंते! खयर-पंचिंदिय- तिरिक्खजोणिया ? गोयमा ! संमुच्छिम-खहयरपंचिंदियतिरिक्खजोणिया, गब्भवक्कंतिय-खहयर-पंचिंदिय-तिरिक्खजोणिया य । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! ખેચર પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પ્રકાર છે ? ઉત્તર– હે ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે—સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ. १७ किं तं ! मुच्छिमखहयर-पंचिंदिय-तिरिक्ख-जोणिया ?
गोयमा ! संमुच्छिमखहयर-पंचिंदिय-तिरिक्ख- जोणिया दुविहा पण्णत्ता, तं जहापज्जत्तग-संमुच्छिम-खहयर-पंचिंदिय-तिरिक्ख-जोणिया, अपज्जत्तग-संमुच्छिम खहयरपंचिंदिय-तिरिक्ख-जोणिया य । एवं गब्भवक्कंतिया वि ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પ્રકાર છે ? ઉત્તર- હે ગૌતમ ! તેના બે પ્રકાર છે, જેમ કે– પર્યાપ્ત સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ અને અપર્યાપ્ત સંમૂર્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ. આ જ રીતે ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચોના પણ બે પ્રકાર જાણવા.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં તિર્યંચ ગતિના જીવોના ભેદ-પ્રભેદનું વિસ્તૃત કથન છે. તિર્યંચ જીવોના મુખ્ય પાંચ ભેદ છે– એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય. એકેન્દ્રિયોના પાંચ ભેદ છે– પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાય. તે દરેકના સૂક્ષ્મ અને બાદર; પર્યાપ્તા અને અપર્યાપ્તા, એમ ચાર-ચાર ભેદ થાય છે. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયના પર્યાપ્તા, અપર્યાપ્તા, એમ બે-બે ભેદ છે. પંચેન્દ્રિયના પાંચ ભેદ છે– જલચર, સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ, ખેચર. તે દરેકના સંમૂર્છિમ, ગર્ભજ, પર્યાપ્ત અને