________________
૨૪૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
उववायपरिमाणं, अवहारुच्चत्तमेव संघयणं । संठाण वण्ण गंधे, फासेऊसासमाहारे ॥३॥ लेसा दिट्ठी णाणे, जोगुवओगेतहासमुग्घाए । तत्तो खुपिवासा, विउव्वणा वेयणाय भए॥४॥ उववाओ पुरिसाणं, ओवम्मवेयणाए दुविहाए।
ठिइ उव्वट्टण पुढवी उ, उववाओ सव्वजीवाणं ॥५॥ ભાવાર્થ - પ્રસ્તુત ઉદ્દેશકમાં આ પ્રમાણે વિષયોનું પ્રતિપાદન થયું છે–પૃથ્વીઓની સંખ્યા, નરકાવાસનું ક્ષેત્ર, નરકનો આકાર, જાડાઈ, પહોળાઈ, પરિક્ષેપ (લંબાઈ, પહોળાઈ અને પરિધિ) વર્ણ, ગંધ, સ્પર્શ, નરકાવાસની વિસ્તીર્ણતા બતાવવા માટે દેવની ઉપમા, જીવ અને પુદ્ગલોની તેમાં વ્યુત્ક્રાંતિ, નરકોની શાશ્વતતા, અશાશ્વતતા, ઉપપાત (ક્યાંથી આવી જન્મ લે છે), એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય છે? તેનું અપહાર સમય, ઉચ્ચત્વ, સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધ, સ્પર્શ, ઉશ્વાસ, આહાર, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુઘાત, ભૂખ-તરસ, વિદુર્વણા, વેદના, ભય, પાંચ મહાપુરુષોની સાતમી પૃથ્વીમા ઉત્પત્તિ, કિવિધ-ઉષ્ણ વેદના, શીતવેદના, સ્થિતિ, ઉદ્વર્તના, પૃથ્વીનો સ્પર્શ અને સર્વ જીવોનો ઉપપાત.
I નૈરયિક ઉદ્દેશક - ર સંપૂર્ણ II