________________
'પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૩
[ ૨૪૫ |
પ્રતિપત્તિ - ૩
નરયિક ઉદ્દેશક – ૩ સંક્ષિપ્ત સાર સમાજની સ્ત્રના
આ ઉદ્દેશકમાં સમુચ્ચય રીતે નારકીઓનું પુદ્ગલ પરિણમન અને વેદનાનું પ્રતિપાદન છે. નરકગતિ તે અત્યંત ક્રૂર કર્મો ભોગવવાનું કનિષ્ટતમ સ્થાન છે તેથી ત્યાં ઉત્પન્ન થયેલા જીવોને પ્રાપ્ત થયેલા શરીર, સંસ્થાન, વેશ્યા, આહાર, ઉચ્છવાસ આદિ અશુભ હોય છે. તે જે જે પુગલો ગ્રહણ કરે છે તેનું પરિણમન અશુભ રૂપે થાય છે. તેમજ તે જીવોના આત્મ પરિણામો પણ સંક્લિષ્ટ જ હોય છે. સદાકાલ અરતિ, ભય, શોક,વૈરવૃત્તિ ક્રોધાદિ ભાવોમાં તે વ્યાકુળ રહે છે. સૂત્રકારે સંગ્રહણી ગાથા દ્વારા નૈરયિકોને પ્રાપ્ત થતાં વીસ અશુભ બોલનું કથન કર્યું છે. નારકીઓની વેદના-નૈરયિકો જન્મથી મૃત્યુ પર્યત નિરંતર અશાતાનું વેદન કરે છે. ક્ષેત્રજન્ય ઠંડી, ગરમી, ક્ષુધા, તુષા આદિ તેમજ દેવકૃત અને પરસ્પર કત છેદન-ભેદન આદિ વેદના તેને ભોગવવી પડે છે.
પરમાધામી દેવો તેને કુંભમાં પકાવે છે, ભાલા આદિ શસ્ત્રોથી ભેદે છે, ભયથી તરફડતા તે જીવો વેદનાના પ્રતિકાર માટે ચારે બાજુ દોડાદોડ કરે છે, તે જીવો વેદનાથી બચવા માટે ૫00 યોજન ઉપર ઉછળે છે. આવી ઘોર વેદના જીવનપર્યત અનુભવે છે.
કેટલાક નારકીઓ જન્મ સમયે કોઈ શુભકર્મયોગે ક્ષણમાત્ર શાતાનો અનુભવ કરે છે. પૂર્વજન્મના મિત્રદેવ કોઈક નારકીની વેદનાને અ૫ક્ષણ માટે શમાવી દે છે. ક્યારેક શુભ પરિણામોના કારણે અને ક્યારેક શુભ કર્માનુભાવથી તે જીવો શાતાનો અનુભવ કરે છે.
મહારંભ, મહાપરિગ્રહ, તીવ્ર ભોગાશક્તિજન્ય દૂર કર્મો કરનાર ચક્રવર્તી, વાસુદેવ, માંડલિક રાજા કે સામાન્ય ગૃહસ્થો અથવા જલચર તિર્યંચો સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
નારકીઓનાવિકુર્વિત રૂપોની સ્થિતિ અંતર્મુહૂર્ત છે. મનુષ્ય તથા તિર્યંચ પંચેન્દ્રિયનાવિકર્વિત રૂપોની સ્થિતિ ચાર અંતર્મુહૂર્ત તથા દેવો દ્વારા વિકર્વિત રૂપોની સ્થિતિ ૧૫ દિવસની છે.
આ રીતે નૈરયિકો વિવિધ પ્રકારે પોતાના અશુભ કર્મો ભોગવે છે.