________________
પ્રતિપત્તિ-૩ : નૈરયિક ઉદ્દેશક–૨
૨૪૩
हंता गोया ! इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णिरयपरिसामंतेसु जे पुढविकाइया जाववणप्फइकाइया ते णं जीवा महाकम्मतरा चेव महाकिरियतरा चैव महासवतरा चेव महावेयणतरा चेव । एवं जाव अहेसत्तमाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની સીમાઓમાં જે પૃથ્વીકાયના યાવત્ વનસ્પતિકાયના જીવો છે. તે જીવો શું મહા કર્મવાળા, મહા ક્રિયાવાળા, મહા આશ્રવવાળા અને મહાવેદનાવાળા છે?
ઉત્તર– હા, ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોની સીમામાં જે પૃથ્વીકાયના યાવત્ વનસ્પતિકાયના જીવો છે, તે મહા કર્મવાળા, મહા ક્રિયાવાળા, મહા આશ્રવવાળા અને મહા વેદનાવાળા છે. આ પ્રમાણે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં નરકમાં રહેલા સ્થાવર જીવોના કર્મ, ક્રિયા, આશ્રવ અને વેદનાનું નિરૂપણ છે. નરકના નરકાવાસોની સીમામાં રહેલા પૃથ્વી, પાણી આદિ સ્થાવર જીવોને પણ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદના હોય છે.
જે જીવો પાસે મહા પાપ કર્મનો સંચય હોય તે જ અશુભ, મહાકષ્ટકારક નરક જેવા ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થયેલા પૃથ્વી, પાણી આદિ જીવો પણ મહાકર્મવાન હોય છે.
મહાક્રિયાઃ– મહાવિનિયતા દેવ, મહતી ક્રિયા-પ્રાપ્યાતિપાતાવિવાઽત્પ્રાપ નમનિ તમનેપુ તવષ્યવસાયાનિવૃત્યા યેષાં તે મહાાિઃ । તે સ્થાવર જીવોની પાસે વર્તમાનમાં મહાક્રિયા કરવાના કોઈ સાધન નથી પરંતુ તે જીવોએ પૂર્વ જન્મમાં જે પ્રાણાતિપાત આદિ મહાક્રિયા કરી હતી તેના અધ્યવસાયોથી તે નિવૃત્ત થયા નથી તેથી તે વર્તમાનમાં પણ મહાક્રિયાવાન કહેવાય છે.
મહાક્રિયાવાન હોવાથી પણ તે જીવ મહાકર્મવાન કહેવાય છે. તેની મહાક્રિયા જ મહાશ્રવનું નિમિત્ત છે, તેથી તે મહાશ્રવવાન છે. યતો મહામંતા વ તતો મહાવેવનાત્તા વ, નરપુ ક્ષેત્રસ્વભાવનાવા અપિ વેલનાયા અતિ દુ:સહાત્ । જે મહાકર્મવાન હોય તેને મહાવેદના હોય છે. નરકમાં ક્ષેત્ર સ્વભાવથી જ દુઃસહ્ય વેદના હોય છે.
અથવા અન્ય ક્ષેત્રોમાં ઉત્પન્ન પૃથ્વી આદિ સ્થાવર કાયિક જીવોની અપેક્ષાએ નરકાવાસોમાં ઉત્પન્ન પૃથ્વી આદિના જીવોને કર્મ, ક્રિયા, આશ્રવ અને વેદના આ ચારે ય અધિક હોય છે, તેમ સમજવું. ઉદ્દેશકના વિષયોનું સંકલન ઃ
५४
पुढविं ओगाहित्ता, णरगा संठाणमेव बाहल्लं । विक्खंभपरिक्खेवे, वण्णो गंधो य फासो य ॥१॥ तेसिं महालयत्तं, उवमा देवेण होइ कायव्वा । जीवा य पोग्गलाय, वक्कमति तह सासया णिरया ॥ २ ॥