________________
૨૪૨
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પહોળાઈમાં અલ્પ છે. આ પ્રમાણે વાવત છઠ્ઠી પૃથ્વીની જાડાઈ સાતમી પૃથ્વીથી અધિક અને લંબાઈપહોળાઈ અલ્પ છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈની તરતમતાનું પ્રતિપાદન છે.
પ્રથમ નરકની જાડાઈ ૧,૮૦,000 યોજન છે. બીજી નરકની જાડાઈ ૧,૩૨,૦00 યોજન છે. આ રીતે નીચે-નીચેની નરકોની જાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે, તેથી જાડાઈની અપેક્ષાએ નીચે-નીચેની પૃથ્વીઓ નાની છે. પ્રથમ નરકની લંબાઈ પહોળાઈ એક રજજ, બીજી નરકની બે રજજુ છે. આ રીતે નીચે-નીચેની નરકોની લંબાઈ પહોળાઈ ક્રમશઃ વધતી જાય છે, તેથી લંબાઈ-પહોળાઈની અપેક્ષાએ નીચે-નીચેની પૃથ્વી ક્રમશઃ મોટી છે. નરકોમાં સર્વ જીવોનો ઉપપાત:| ५२ इमीसेणंभंते !रयणप्पभाए पुढवीएतीसाए णरयावाससयसहस्सेसु एक्कमेक्कसि णिरयावाससि सव्वे पाणा, सव्वे भूया, सव्वे जीवा,सव्वे सत्ता पुढवीकाइयत्ताए जाव वणस्सकाइयत्ताए णेरइयत्ताए उववण्णपुव्वा । हतागोयमा ! असइ अदुवा अणतखुत्तो। एवं जावअहेसत्तमाए पुढवीएणवर जत्थ जत्तिया णरगा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકવાસમાં સર્વ પ્રાણી, ભૂત, જીવ અને સત્વ પૃથ્વીકાય રૂપે, અાય રૂપે, વાયુકાય રૂપે યાવત્ વનસ્પતિકાય રૂપે અને નૈરયિકો રૂપે પહેલાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હા, ગૌતમ! અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે જે પૃથ્વીમાં જેટલા નરકાવાસ છે, તેનો ઉલ્લેખ ત્યાં કરવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં સર્વ જીવોના નરકમાં થયેલા ઉપપાતનું કથન છે. સર્વ સંસારી જીવો આ નરકાવાસોમાં પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને નૈરયિક રૂપે અનેકવાર અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે કારણ કે સંસાર અનાદિકાળથી છે અને અનાદિકાળથી સર્વ સંસારી જીવો જન્મ મરણ કરતા રહ્યા છે, તેથી તે અનેકવાર અથવા અનંતવાર તે નરકાવાસોમાં ઉત્પન્ન થયા છે. નરકમાં બાદર અગ્નિ ન હોવાથી તે રૂપે જીવની ઉત્પત્તિ થતી નથી. સબળ, મૂળા, ગીવા, સત્તા:-સર્વપ્રાણી, ભૂત, જીવ અને સત્ત્વ. પ્રાણ = બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, અને ચૌરેન્દ્રિય, ભૂત = વનસ્પતિ, જીવ = પંચેન્દ્રિય, સત્ત્વ = પૃથ્વીકાય, અપ્લાય, તેજસકાય અને વાયુકાયના જીવ. આ રીતે આ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વ ચાર શબ્દો દ્વારા સર્વ સંસારી જીવોનું ગ્રહણ થઈ જાય છે. નરકસ્થ સ્થાવર જીવોના કર્મ:५३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णिरयपरिसामंतेसुजे पुढविकाइया जाव वणप्फइकाइया,तेणं भंते !जीवा महाकम्मतराचेव महाकिरियतराचेव महाआसवतरा चेव महावेयणतरा चेव?