________________
પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૨
[ ૨૪૧]
નૈરયિકોને પોતાના જીવન દરમ્યાન આંશિક સુખનું એક પણ નિમિત્ત પ્રાપ્ત થતું નથી. નરકમાં સ્વાભાવિક પાણી, વનસ્પતિ કે બાદર અગ્નિ હોતી નથી, દેવો દ્વારા વૈક્રિયકૃત પાણી આદિ હોય છે. તે ક્ષેત્રની ભૂમિ, વાયુ, વૈક્રિયકત જલ, અગ્નિ અને વનસ્પતિ આદિનો સંયોગ અનિષ્ટ, એકાંત, અપ્રિય, અમનોજ્ઞ જ હોય છે. પ્રત્યેક નિમિત્તો તે જીવોને માટે દુઃખના જ નિમિત્ત બને છે.
નરકની પૃથ્વી જ કર્કશ અને કઠોર સ્પર્શવાળી હોય છે. ત્યાં ઠેક ઠેકાણે લોહી-માંસના કાદવ-કીચડ, તીર્ણ કંટકો વગેરે હોય છે જે નારકોને દુઃખ જનક હોય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન–૧૯માં નારકોની વેદનાનું નિરૂપણ છે. યથા
तण्हा किलंतो धावतो, पत्तो वेयरणिं णई। जलं पाहिति चिंततो, खुरधाराहि विवाइओ ॥६०॥ उण्हाभितत्तो संपत्तो, असिपत्तं महावणं।
असिपत्तेहिं पडतेहि,छिण्णपुवो अणेगसो ॥११॥ અર્થ– તુષાથી વ્યાકુળ થઈને, વૈતરણી નદીને જોઈને પાણી પીવાની આશાએ હું દોડતો ગયો પરંતુ ત્યાં છરાની ધાર જેવી તીક્ષ્ણ પાણીની ધારથી હું ચીરાઈ ગયો.
ગરમીથી અત્યંત સંતપ્ત થયેલો હું છાયા માટે અસિપત્ર મહાવનમાં ગયો પરંતુ ત્યાં ઉપરથી પડતા તલવાર જેવા અસિપત્રોથી હું અનેકવાર કપાઈ ગયો.
આ રીતે ત્યાં જલ અને વનસ્પતિનો સ્પર્શ વેદનાજનક હોય છે. બાદર અગ્નિકાય અઢી દ્વીપમાં જ હોવાથી ત્યાં હોતી નથી. નરક પૃથ્વીના પરિમાણમાં તરતમતા:५० इमाणं भंते ! रयणप्पभापुढवी दोच्चं पुढविं पणिहाय सव्वमहंतिया बाहल्लेणं सव्वखुडिया सव्वंतेसु? हंता गोयमा ! इमाण रयणप्पभापुढवी दोच्चं पुढविं पणिहाय सव्वमहतिया बाहल्लेण सव्वक्खुड्डिया सव्वतेसु।। ભાવાર્થ:-પ્રશ્ન- હે ભગવન્! શું આ રત્નપ્રભાપૃથ્વીની જાડાઈ બીજી પૃથ્વીઓ કરતાં સર્વથી મોટી છે અને સર્વ અંત ભાગમાં (લંબાઈ-પહોળાઈમાં) સર્વથી નાની છે? ઉત્તર– હા, ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ બીજી પૃથ્વી કરતાં અધિક છે અને લંબાઈ પહોળાઈ બીજી પૃથ્વી કરતાં અલ્પ છે. | ५१ दोच्चा णं भंते ! पुढवी तच्चं पुढविं पणिहाय सव्वमहतिया बाहल्लेणं पुच्छा?
हंता गोयमा ! दोच्चा णं पुढवी तच्चं पुढविं पणिहाय सव्वमहतिया बाहल्लेणं सव्वखुड्डिया सव्वतेसु । एवं एएणं अभिलावेणं जाव छट्ठिया पुढवी अहेसत्तमं पुढविं पणिहाय जावसव्वक्खुड्डिया सव्वतेसु। ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્! શું શર્કરા પ્રભા નામની બીજી નરક પૃથ્વીની જાડાઈ ત્રીજી નરક પૃથ્વી કરતાં અધિક છે અને સર્વાતોમાં લંબાઈ-પહોળાઈ અલ્પ છે?
ઉત્તર- હા, ગૌતમ ! બીજી પૃથ્વીની જાડાઈ ત્રીજી પૃથ્વી કરતાં અધિક છે અને લંબાઈ