________________
૨૪૦
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
નૈરયિકોની ઉર્તના ઃ
४७ | इमीसे णं भंते ! रयणप्पभाए णेरइया अणंतरं उव्वट्टिय कहिं गच्छति ? कहिं उववज्जंति ? किं णेरइएसु उववज्जति, किं तिरिक्खजोणिएसु उववज्जति पुच्छा ? गोयमा ! उव्वट्टणा भाणियव्वा जहा वक्कंतीए तहा इह वि जाव अहेसत्तमाए । ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ ત્યાંથી નીકળીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નારકીમાં ઉત્પન્ન થાય છે ? તિર્યંચ યોનિઓમાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્ક્રાંતિપદમાં કહ્યું છે તે પ્રમાણે ઉદ્ધર્તના કહેવી જોઈએ યાવત્ અધઃસપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં નારકીઓની ઉદ્દવર્તનાનું કથન પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે. સ્વભાવથી જ નારકીઓ મરીને નરકગતિ કે દેવગતિમાં જતા નથી. તે ઉપરાંત એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, અસંશી તિર્યંચ પંચેન્દ્રિય, સંમૂર્ચ્છિમ મનુષ્ય અને યુગલિક મનુષ્યોમાં પણ ઉત્પન્ન થતાં નથી, તેથી છ નરકના નારકીઓ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોમાં અને સાતમી નરક પૃથ્વીના નારકીઓ ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં જ ઉત્પન્ન થાય છે.
નારકીઓને સ્થાવર જીવોના સ્પર્શ આદિ :
४८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं पुढविकास पच्चणुब्भवमाणा વિહત ? પોયમા ! ખિદું નાવઞમગામ Ë ખાવ અહેસત્તમાર્।
ભાવાર્થ:
- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકો કેવા પ્રકારના ભૂમિસ્પર્શનો અનુભવ કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે અનિષ્ટ યાવત્ અમનોહર ભૂમિસ્પર્શનો અનુભવ કરે છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ.
४९ इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए णेरइया केरिसयं आउफासं पच्चणुब्भवमाणा विहरति ? गोयमा ! अणिट्टं जाव अमणामं । एवं जाव अहेसत्तमाए। एवं जाव वणप्फइफासं अहेसत्तमाए पुढवीए ।
ભાવાર્થ:- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ કેવા પ્રકારના જલ સ્પર્શનો અનુભવ કરે છે ? ઉત્તર- હે ગૌતમ ! અનિષ્ટ યાવત્ અમનોહર જલ સ્પર્શનો અનુભવ કરે છે. આ પ્રમાણે સાતમી પૃથ્વી સુધી કહેવું જોઈએ.
આ પ્રમાણે અગ્નિ, વાયુ અને વનસ્પતિના સ્પર્શના વિષયમાં રત્નપ્રભાથી સપ્તમ પૃથ્વી સુધીના નૈરયિકોના વિષયમાં જાણવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોને થતાં સ્થાવર જીવોના સ્પર્શનું નિરૂપણ છે.