________________
૨૩૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉત્પન્ન થયેલા તે નારકીઓ કાળા, કાળી કાંતિવાળા યાવત અત્યંત કાળા વર્ણવાળા હોય છે. ત્યાં તે નારકીઓ અત્યંત જાજ્વલ્યમાન, વિપુલ વાવત અસહ્ય વેદનાને વેદે છે. | ४३ उसिणवेयणिज्जेसुणं भंते !णरएसुणेरइया केरिसयंउसिणवेयणं पच्चणुब्भमाणा विहरति?
गोयमा !से जहाणामाए कम्मारदारए सिया-तरुणे बलवंजुगवंजुवाणे अप्पायंके थिरग्गहत्थेदढपाणि-पायपास पिटुंतरोरु-परिणएलंघण-पवण-जवण-वग्गणपमद्दणसमत्थे तलजमलजुयल(फलिहणिभ)बाहूघणणिचियवलियवट्टखंधे,चम्मेढगदुहणमुट्ठियसमाहय णिचियगायगत्ते उरस्स बल समण्णागए छेए दक्खे पट्टे कुसले णिउणे मेहावी णिउणसिप्पोवगए एगमहं अयपिंडं उदगवारसमाणं गहायतंताविय-ताविय कोट्टिय कोट्टिय उभिंदिय-उभिदिय चुण्णिय-चुण्णिय जावएगाहं वा दुयाहं या तियाहं वा उक्कोसेणं अद्धमासंसाहणेज्जा, सेणंतंसीयं सीईभूयं अओमएण संडासएणंगहाय असब्भावपट्ठवणाए उसिणवेयणिज्जेसुणरएसु पक्खिवेज्जा, सेणं तं उम्मिसिय णिमिसियंतरेण पुणरविपच्चुद्धरिस्सामित्ति कटुपविरायमेव पासेज्जा, पविलीणमेव पासेज्जा,पविद्धत्थमेव पासेज्जाणोचेवणं संचाएइ अविरायवा अविलीणंवा अविद्धत्थंवा पुणरवि पच्चुद्धरित्तए। ભાવાર્થ – પ્રશ્ન– હે ભગવન્! ઉષ્ણ વેદનાવાળી નરકોમાં નારકીઓ કેવા પ્રકારની ઉષ્ણ વેદનાનો અનુભવ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ કોઈ લુહારનો પુત્ર હોય, તે તરૂણ, બળવાન, યુગવાન (કાળ આદિથી ઉત્પન્ન ઉપદ્રવથી રહિત), યુવાન અને રોગ રહિત, બંને હાથોના સ્થિર અગ્રભાગવાળો, સુદઢ અને મજબૂત હાથ, પગ, પાંસળીઓ, પીઠ, જંઘાઓવાળો, ખાડા વગેરેને ઓળંગવામાં, કૂદવામાં, ઉતાવળથી ચાલવામાં, ફેંકવામાં અને પત્થરાદિનું ચૂર્ણ કરવામાં સમર્થ, તાડ વૃક્ષ જેવા લાંબા અને મજબૂત બાહુવાળો, પુષ્ટ, મજબૂત અને ગોળ ખભાવાળો, ચામડાની ચાબુકના, મુગર(ગદા)ના તથા મુટ્ટીના પ્રહારથી પરિપુષ્ટ અને મજબૂત શરીરવાળો, આંતરિક ઉત્સાહથી યુક્ત, બોત્તેર કળાઓમાં નિપુણ, દક્ષ-શીધ્ર કાર્ય કરવાનો અભ્યાસી, પ્રઇ–અત્યંત સમર્થ, કુશળ–બુદ્ધિમાન, નિપુણ, શિલ્પકળાથી યુક્ત (એવો તે લુહારનો છોકરો) પાણીના ઘડાની જેમ એક અત્યંત ભારે લોખંડના ગોળાને ગ્રહણ કરીને, તેને તપાવી-તપાવીને કૂટી-ફૂટીને, ટુકડે ટુકડા કરીને, તેનું ચૂર્ણ બનાવે, એવું એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થાવ વધારેમાં વધારે પંદર દિવસ સુધી કરતો રહે. (લોખંડના ચૂર્ણને તપાવી ગોળો બનાવે અને ગોળાને તપાવી, કૂટી, ચૂર્ણ બનાવે, આ રીતે વારંવાર કરવાથી તે પોલાદી ગોળો બની જશે.) પછી તેને ઠંડો કરી, તે ઠંડા લોખંડના ગોળાને લોખંડની સાણસીથી પકડીને અસત્કલ્પનાથી ઉષ્ણવેદનાવાળી નરક ભૂમિમાં “પલવારમાં હું તેને કાઢી લઈશ” તેમ વિચારીને ત્યાં રાખે તો ક્ષણવારમાં જ તેને ધાણીની જેમ ફૂટતો, માખણની જેમ પીગળતો અને સંપૂર્ણતયા ભસ્મીભૂત થતો જુએ છે. લુહારનો છોકરો ફૂટયા વિનાના, પીગળ્યા વિનાના અને વિધ્વંસ થયા વિનાના તે લોખંડના ગોળાને બહાર કાઢવામાં સમર્થ થતો નથી. (તાત્પર્ય એ છે કે તે લોખંડનો ગોળો ત્યાંની ઉષ્ણતાથી (ગરમીથી) ક્ષણવારમાં પીગળીને નષ્ટ થઈ જાય છે. ત્યાંની ઉષ્ણતા આટલી ભીષણ છે.) |४४ सेजहावामत्तमातंगेदुपाएकुंजरेसट्ठिहायणेपढमसरयकालसमयसवाचरमणिदाहकालसमयसि वा उण्हाभिहए तण्हाभिहए दवग्गिजालाभिहए आउरे झिज्झिए पिवासिए
બનાવે, આ
વાળી નરક ભૂમિમાં તે ઠંડા લોખ