________________
૨૩ર ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વિકર્વણા કરી શકતા નથી. તેઓ પરસ્પર સંબદ્ધ રૂપોની વિમુર્વણા કરી શકે છે પરંતુ અસંબદ્ધ રૂપોની વિદુર્વણા કરી શકતા નથી. વિકર્વિત કરેલા તે રૂપો એક સમાન હોય છે પરંતુ ભિન્ન-ભિન્ન હોતા નથી.
તેઓ અનેક રૂપોની વિદુર્વણા કરીને પરસ્પર પ્રહાર કરીને વેદના ઉત્પન્ન કરે છે. તે વેદના સુખના અંશ માત્રથી રહિત અત્યંત દુઃખ રૂપ હોવાથી ઉજજવળ છે, મર્મ સ્થાનોમાં પ્રવેશ કરીને સમસ્ત શરીરમાં વ્યાપ્ત થતી હોવાથી પ્રગાઢ છે, કર્કશ-કઠોર પથ્થરના ટુકડાની જેમ શરીરવયવોને ભાંગી નાખતી હોવાથી કર્કશ છે, અપ્રીતિકારક હોવાથી કટુ છે, અત્યંત રૂક્ષતાજનક હોવાથી કઠોર છે, તેનો પ્રતિકાર કરી શકાતો ન હોવાથી નિષ્ફર છે, રૌદ્રતા ઉત્પન્ન કરતી હોવાથી ચંડ છે, વેદનાની પરાકાષ્ટા રૂપ હોવાથી તીવ્ર છે, દુઃખરૂપ છે, નારકીઓ તેમાંથી મુક્ત થઈ શકતા ન હોવાથી દુર્લધ્ય છે, દુઃખપૂર્વક સહન થતી હોવાથી દુસહ્ય છે.
આ પ્રકારની અસહ્ય વેદનાઓ પાંચમી ધૂમપ્રભા પૃથ્વી સુધીના નારકીઓને આયુષ્ય પર્યત હોય છે. | ३६ छट्ठसत्तमासुणं पुढवीसुणेरइया बहु महंताई लोहियकुंथुरूवाइं वइरामयतुंडाई गोमयकीडसमाणाइविउव्वति,विउव्वित्ता अण्णमण्णस्सकायसमतुरगेमाणा-समतुरंगेमाणा खायमाणाखयमाणासयपोरागकिमियाविवचालेमाणाचालेमाणाअंतो अंतोअणुपविसमाणाअणुप्पविसमाणा वेयणं उदीरंति- उज्जलं जावदुरहियासं। ભાવાર્થ:- છઠ્ઠી સાતમી નરકના નારકીઓ અનેક મોટા મોટા લાલ રંગના, વજમય મુખવાળા કુંથવા જેવા રૂપો બનાવે છે. ગાયના છાણના કીડા જેવા રૂપોની વિકુર્વણા કરે છે, તેવા શરીરની વિક્ર્વણા કરીને એક બીજાના શરીર પર ઘોડાની જેમ સવાર થઈ જાય છે, પરસ્પર કરડે છે, સો કાતળીવાળા શેરડીના કીડાની જેમ સળવળાટ કરતા તેના શરીરની અંદર ઘુસી જાય છે. તેથી તે નારકીઓ ઉજજવળ યાવતું દુઃસહ્ય વેદનાનો અનુભવ કરે છે. | ३७ इमीसे णं भंते !रयणप्पभाए पुढवीए णेरइया किं सीयवेयणं वेदंति, उसिण वेयणं वेदति,सीओसिणवेयणं वेदेति? गोयमा !णो सीयं वेयणं वेदेति, उसिणं वेयणं वेदेति, णो सीयोसिणं, एवं जाववालुयप्पभाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ શું શીત વેદના વેદે છે, ઉષ્ણ વેદના વેદે છે કે શીતોષ્ણ વેદના વેદે છે? ઉત્તર- હે ગૌતમ! તે શીત વેદના વેદતા નથી, ઉષ્ણ વેદના વેદે છે, શીતોષ્ણ વેદના વેદતા નથી. આ જ રીતે શર્કરા પ્રભા અને વાલુકાપ્રભાના નારકીના સંબંધમાં પણ જાણવું જોઈએ. | ३८ पंकप्पभाए पुच्छा? गोयमा !सीयं पिवेयणं वेदेति, उसिणं पिवेयणं वेयंति, णो सीओसिणवेयणं वेयति । ते बहुतरगा जे उसिणं वेयणं वेदेति, ते थोवतरा जे सीयं वेयणं वेयति। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! પંકપ્રભા નરકના નારકીઓની વેદના વિષયક પ્રશ્ન પૂર્વવતુ? ઉત્તર- હે ગૌતમ! તેઓ શીત વેદના પણ વેદે છે, ઉષ્ણ વેદના પણ વેદે છે, શીતોષ્ણ વેદના વેદતા નથી. તેમાં ઉષ્ણ વેદના વેદનારા ઘણા છે, શીત વેદના વેદનારા ઓછા છે. | ३९ धूमप्पभाए पुच्छा? गोयमा !सीयं पि वेयणं वेदेति, उसिणं पि वेयणं वेदेति, णो