________________
[ ર૨૮ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
લેશ્યાઓ હોય છે– નીલલેશ્યા અને કાપોતલેશ્યા. તેમાં કાપોતલેશ્યાવાળા નારકીઓ વધારે છે અને નીલલેશ્યા- વાળા નારકીઓ થોડા છે. | स पंकप्पभाए पुच्छा? गोयमा ! एक्का णीललेस्सा पण्णत्ता। ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! પંકપ્રભાના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક નીલ ગ્લેશ્યા હોય છે. | २६ धूमप्पभाए पुच्छा? गोयमा !दोलेस्साओपण्णत्ताओ,तंजहा-किण्हलेस्सा य णीललेस्सा य । तत्थ ण जेणीललेसा ते बहुतरा,जे किण्हलेसा ते थोवतरगा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! ધૂમપ્રભાના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! બે વેશ્યા હોય છે– કૃષ્ણલેશ્યા અને નીલલેશ્યા. તેમાં નીલ વેશ્યાવાળા નારકીઓ અધિક છે અને કૃષ્ણલેશ્યાવાળા નારકીઓ થોડા છે.
२७ तमाए पुच्छा?गोयमा !एक्का किण्हलेसा । अहेसत्तमाए एक्का परमकिण्हलेस्सा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્!તમ પ્રભાના નારકીઓમાં કેટલી વેશ્યાઓ હોય છે? ઉત્તર-હે ગૌતમ! એક કૃષ્ણલેશ્યા હોય છે. સાતમી નરક પૃથ્વીમાં એક પરમ કૃષ્ણલેશ્યા હોય છે. २८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया किं सम्मदिट्ठी? मिच्छदिट्ठी? सम्मामिच्छदिट्ठी? गोयमा !सम्मदिट्ठी वि मिच्छदिट्ठी विसम्मामिच्छदिट्ठी वि, एवं जाव अहेसत्तमाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ શું સમ્યગુદષ્ટિ છે, મિથ્યાદષ્ટિ છે કે મિશ્રદષ્ટિ છે? ઉત્તર– હે ગૌતમ! સમ્યગ્દષ્ટિ પણ છે, મિથ્યાદષ્ટિ પણ છે અને મિશ્રદષ્ટિ પણ છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. | २९ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया किंणाणी अण्णाणी?
गोयमा !णाणी विअण्णाणि वि। जेणाणी तेणियमा तिणाणी,तंजहा-आभिणिबोहियणाणी,सुयणाणी,ओहिणाणी । जे अण्णाणी ते अत्यंगइया दुअण्णाणि, अत्थेगइया ति अण्णाणी । जे दुअण्णाणि ते णियमा मइअण्णाणी य सुयअण्णाणी य ।
जे तिअण्णाणिते णियमा मइअण्णाणि,सुयअण्णाणी, विभंगणाणी वि, सेसा णं णाणी वि अण्णाणि वि तिण्णि जाव अहेसत्तमाए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ જ્ઞાની છે કે અજ્ઞાની?
ઉત્તર- હે ગૌતમ! જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને નિશ્ચયથી ત્રણ જ્ઞાન હોય છે, તે આ પ્રમાણે છે- આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન. જે અજ્ઞાની છે, તેમાં કોઈ બે અજ્ઞાનવાળા છે, કોઈ ત્રણ અજ્ઞાનવાળા છે. જેને બે અજ્ઞાન છે, તેને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન હોય છે, જેને ત્રણ અજ્ઞાન છે, તેઓને નિયમથી મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન છે.