________________
| પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-ર .
[ ૨૨૯ ]
શેષ શર્કરા પ્રભા આદિ પૃથ્વીઓના નારકીઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. જે જ્ઞાની છે તેને ત્રણ જ્ઞાન હોય છે અને જે અજ્ઞાની છે તેને ત્રણ અજ્ઞાન હોય છે. સપ્તમ પૃથ્વી સુધીના નારકીઓ માટે એ પ્રમાણે જ કહેવું જોઈએ. | ३० इमीसेणं भंते !रयणप्पभाए पुढवीए णेरइया किंमणजोगी, वइजोगी,कायजोगी? गोयमा ! तिण्णि वि। एवं जाव अहेसत्तमाए। ભાવાર્થ-પ્રશ્ન-હે ભગવન! આ રત્નપ્રભા પથ્વીના નારકી મનયોગી છે, વચન યોગી છે કે કાયયોગી છે? ઉત્તર- હે ગૌતમ ! તેઓને ત્રણે યોગ હોય છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. | ३१ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया किं सागारोवउत्ता? अणागारोवउत्ता? गोयमा !सागारोवउत्ता वि अणागारोवउत्ता वि । एवं जावअहेसत्तमाएपुढवीए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ સાકાર ઉપયોગી છે કે અનાકાર ઉપયોગી છે? ઉત્તર- હે ગૌતમ! સાકાર ઉપયોગી પણ છે અને અનાકાર ઉપયોગી પણ છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ.
३२ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया ओहिणा केवइयं खेत्तं जाणंति पासति? गोयमा ! जहण्णेणं अक्षुटुंगाउयाइंउक्कोसेणं चत्तारि गाउयाई।
सक्करप्पभाए पुढवीए, जहण्णेणं तिण्णि गाउयाई, उक्कोसेणं अद्भुट्ठाई । एवं अद्धद्धगाउयंपारिहायइ जावअहेसत्तमाए जहण्णेण अद्धगाउयं उक्कोसेणगाउय । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓ અવધિ જ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે છે, દેખે છે? ઉત્તર- હે ગૌતમ! રત્નપ્રભાના નારકીઓ જઘન્ય સાડા ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રને જાણે દેખે છે.
શર્કરાપ્રભાના નારકી જઘન્ય ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ ક્ષેત્રને જાણે-દેખે છે. આ પ્રમાણે અર્ધી-અર્ધા ગાઉ ઘટાડીને કહેવું જોઈએ કાવત અધઃસપ્તમ પૃથ્વીના નારકી જઘન્ય અર્થો ગાઉ અને ઉત્કૃષ્ટ એક ગાઉ ક્ષેત્રને જાણે દેખે છે. | ३३ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं कइ समुग्घाया पण्णत्ता? गोयमा! चत्तारिसमुघाया पण्णत्ता,तंजहा- वेयणासमुघाए, कसायसमुघाए, मारणतियसमुघाए वेउव्वियसमुग्घाए । एवं जावअहेसत्तमाए। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓને કેટલા સમુદ્યાત હોય છે? ઉત્તરહે ગૌતમ! ચાર સમુદ્યાત હોય છે. વેદના સમુદ્યાત, કષાય સમુઘાત, મારણાંતિક સમુઘાત અને વૈક્રિય સમુઘાત. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નારકીઓના સંઘયણ, સંસ્થાન આદિ વિષયોનું નિદર્શન છે.