________________
[ રર૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
અંગુલના સંખ્યાતમા ભાગનું જ શરીર બનાવી શકે છે. તેનાથી નાનું શરીર બનાવી શકતા નથી.
પ્રસ્તુત કથનમાં સાતે ય નરકમાં નારકીઓની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહનાનું કથન છે નારકી અને દેવોને ઉપપાત જન્મથી વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે. મનુષ્ય અને તિર્યંચના ઔદારિક શરીરની જેમ વૈક્રિય શરીરમાં અવગાહનાની ક્રમિક વૃદ્ધિ થતી નથી. ઉત્પત્તિ સમયે પ્રત્યેક જીવની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે ત્યારપછી અંતર્મુહૂર્તમાં જ પ્રત્યેક નારકી અને દેવો પોતાની યોગ્યતા અનુસાર પૂર્ણ અવગાહનાને પ્રાપ્ત કરી લે છે અર્થાત્ સાતમી નરકના નૈરિયકો ઉત્પત્તિ પછીના અંતર્મુહૂર્તમાં જ ૫૦૦ ધનુષની અવગાહનાવાળા થઈ જાય છે. તેથી સૂત્રોક્ત અવગાહનાના કથનમાં જઘન્ય અવગાહના ઉત્પત્તિના અંતર્મુહૂર્ત સુધી જ હોય છે અને સર્વ નારકીઓની પર્યાપ્તાવસ્થાની ઉત્કૃષ્ટ અવગાહના(પૂર્ણ અવગાહના) જીવન પર્યત રહે છે.
વ્યાખ્યાગ્રંથોમાં સાતે નરકપૃથ્વીના પ્રત્યેક પાથડાના નૈરયિકોની પૃથક–પૃથ અવગાહનાનું કથન છે અને પ્રત્યેક પાથડામાં અવગાહનાની ક્રમિક વૃદ્ધિ રૂપ વિશ્લેષણ છે પરંતુ આગમોમાં વ્યાખ્યાગ્રંથોના તે કથનને પુષ્ટ કરે તેવું કોઈ વર્ણન પ્રાપ્ત થતું નથી. તેમજ વ્યાખ્યામાં કથિત કેટલીક અવગાહના વિચારણીય પણ છે, જેમ કે– પ્રથમ નરકના પ્રથમ પ્રતરમાં ત્રણ હાથ માત્રની અવગાહના અને અનુત્તર વિમાનમાં બે હાથની અવગાહના આગમ દષ્ટિએ સિદ્ધ થઈ શકતી નથી. નારકીઓમાં સંહનન, સંસ્થાન આદિ - | १७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं सरीरया किं संघयणी पण्णत्ता?
गोयमा ! छह संघयणाणं असंघयणी,णेवट्ठी,णेव छिरा, णवि ण्हारु, जे पोग्गला अणिट्ठा जावअमणामातेतेसिं सरीरसंघायत्ताए परिणमंति। एवं जावअहेसत्तमा। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરોનું ક્યું સંહનો હોય છે?
ઉત્તર- હે ગૌતમ! છ પ્રકારના સંવનનમાંથી તેને એક પણ પ્રકારનું સંહનન નથી. તેના શરીરમાં હાડકાંઓ નથી, નસો(શિરાઓ) નથી, સ્નાયુ નથી, જે પુદ્ગલ અનિષ્ટ અને અમનોજ્ઞ હોય છે, તે તેના શરીરરૂપમાં એકત્રિત થઈ જાય છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. | १८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइयाणं सरीरा किं संठिया पण्णत्ता? गोयमा !दुविहा पण्णता,तंजहा- भवधारणिज्जा य उत्तरवेउव्विया य । तत्थणंजेते भवधारणिज्जाते हुंडसंठिया पण्णत्ता, तत्थ णं जे ते उत्तरवेउव्विया ते विहुंडसंठिया पण्णत्ता । एवं जाव अहेसत्तमाए। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરનું કયું સંસ્થાન હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તેના સંસ્થાન બે પ્રકારના છે– ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. ભવધારણીય શરીરની અપેક્ષાથી તેને હુંડ સંસ્થાન હોય છે અને ઉત્તરવૈક્રિયની અપેક્ષાથી પણ તેને હુંડ સંસ્થાન જ હોય છે. આ પ્રમાણે સપ્તમ પૃથ્વી સુધીના નારકીના સંસ્થાન જાણવા. | १९ इमीसेणंभंते ! रयणप्पभाए पुढवीएणेरइयाणंसरीरगा केरिसगावण्णेणं पण्णत्ता? गोयमा !काला कालोभासा जावपरमकिण्हावण्णेणपण्णत्ता । एवं जावअहेसत्तमाए।