________________
| પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશકર
[ ૨૨૫ ] . दोच्चाए- भवधारणिज्जे जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागंउक्कोसेणं पण्णरस धणूई अड्डाइज्जाओ रयणीओ, उत्तरवेउव्विया जहण्णेणं अंगुलस्ससंखेज्जइभाग, उक्कोसेणं एक्कतीसंधणूइ एक्कारयणी।
__ तच्चाए-भवधारणिज्जे एक्कतीसं धणू एक्का रयणी, उत्तरवेउव्विया बासद्धिं धणूइं दोण्णि रयणीओ । चउत्थीए, भवधारणिज्जे बासढि धणूई दोण्णि य रयणीओ, उत्तरवेउव्विया पणवीसंधणुसयं । पंचमीए भवधारणिज्जे पणवीसंधणुसयं, उत्तरवेउविया अड्राइज्जाइधणसयाइ। छलीए भवधारणिज्जा अड्राइज्जाइधणसयाइ.उत्तरवेउव्विया पच धणुसयाइ। सत्तमाए भवधारणिज्जा पच धणुसयाइ, उत्तरवेउव्बिए धणुसहस्स। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓના શરીરની અવગાહના કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! તેના શરીરની અવગાહનાના બે પ્રકાર છે– ભવધારણીય અને ઉત્તર વૈક્રિય. ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ છે. ઉત્તરવૈક્રિય અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ પંદર ધનુષ અને અઢી હાથ છે.
બીજી શર્કરા પ્રભા પૃથ્વીના નારકીઓની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ પંદર ધનુષ અઢી હાથ છે. ઉત્તરવૈક્રિય જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ એકત્રીસ ધનુષ અને એક હાથ છે.
ત્રીજી નરકમાં ભવધારણીય અવગાહના એકત્રીસ ધનુષ અને એક હાથ છે. ઉત્તરવૈક્રિય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ છે. ચોથી નરકમાં ભવધારણીય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ છે. ઉત્તર વૈક્રિય એકસો પચીસ ધનુષ છે.
પાંચમી નરકમાં ભવધારણીય અવગાહના એકસો પચીસ ધનુષ છે. ઉત્તરવૈક્રિય અઢીસો ધનુષ છે. છઠ્ઠી નરકમાં ભવધારણીય અવગાહના અઢીસો ધનુષ છે. ઉત્તરવૈક્રિય પાંચસો ધનુષ છે. સાતમી નરકમાં ભવધારણીય અવગાહના પાંચસો ધનુષ છે. ઉત્તરવૈક્રિય એક હજાર ધનુષ છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં નારકીઓના શરીરની અવગાહનાનું કથન છે. નારકીઓને જન્મથી જ વૈક્રિય શરીર હોય છે, તેને ભવધારણીય વૈક્રિય શરીર કહે છે અને ત્યાર પછી લબ્ધિ પ્રયોગથી જે વિવિધ રૂપો બનાવે તેને ઉત્તરવૈક્રિય શરીર કહે છે. આ રીતે નારકીઓના વૈક્રિય શરીરના બે પ્રકાર હોવાથી તેની અવગાહનાના પણ બે પ્રકાર થાય છે ભવધારણીય અને ઉત્તરવૈક્રિય. પ્રત્યેક નારકી પોતાના ભવધારણીય શરીરથી બમણું ઉત્તરવૈક્રિય શરીર બનાવી શકે છે. તેનાથી મોટું શરીર બનાવી શકતા નથી. આ નિયમ સાતે ય નરકમાં સમાન છે.
સાતે નરકની ભવધારણીય અને ઉત્તરક્રિય અવગાહના સૂત્રાર્થથી સ્પષ્ટ છે. તેમાં ઉત્કૃષ્ટ અવગાહના ક્રમશઃ બમણી થતી જાય છે.
| સર્વત્ર ભવધારણીય શરીરની જઘન્ય અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્તરવૈક્રિયા શરીરની જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમો ભાગ હોય છે. તે જીવો ઉત્તર વૈક્રિય શરીર બનાવે ત્યારે