________________
૨૨૪
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉપપાત પરિમાણ -
१४ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया एक्कसमयेणं केवइया उववज्जंति ? गोयमा ! जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा उक्कोसेण संखेज्जा वा असंखिज्जा वा उववज्जति । एवं जाव अहेसत्तमाए ।
I
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં એક સમયમાં કેટલા નારકીઓ ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય એક, બે, ત્રણ; ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત નારકીઓ પણ ઉત્પન્ન થાય છે. આ જ રીતે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ.
१५ इमीण भंते! रयणप्पभाए पुढवीए णेरड्या समए- समए अवहीरमाणा- अवहीरमाणा केवइकालेणं अवहिया सिया ? गोयमा ! ते णं असंखेज्जा, समए- समए अवहीरमाणाअवहीरमाणा असंखेज्जाहिं उस्सप्पिणी-ओसप्पिणीहिं अवहीरंति, णो चेवणं अवहिया सिया । एवं जाव असत्तमाए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નારકીઓનો પ્રતિસમયે એક એકનો અપહાર (અપહરણ) કરવામાં આવે, તો કેટલા સમયમાં આ રત્નપ્રભા પૃથ્વી ખાલી થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! નારકીઓ અસંખ્યાત છે. પ્રતિસમય એક એક નારકીનું અપહરણ કરવામાં આવે (બહાર કાઢવામાં આવે) તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અસંખ્યાત અવસર્પિણીઓ પસાર થઈ જાય, તો પણ તે ખાલી થઈ શકતી નથી. આ પ્રમાણે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત બે સૂત્રોમાં નારકીનું ઉપપાત પરિમાણ અને નાક જીવોની સંખ્યાનું અસત્કલ્પના દ્વારા પ્રતિપાદન કર્યું છે.
એક સમયમાં એક, બે કે ત્રણ નારકીઓ ઉત્પન્ન થઈ શકે છે અને એક જ સમયમાં એક સાથે અસંખ્યાત નારકીઓ પણ ઉત્પન્ન થઈ શકે છે. પ્રત્યેક નરકમાં અસંખ્યાતા નારકીઓ છે. તે અસંખ્યાતની રાશિને સ્પષ્ટ કરવા સૂત્રકારે અસત્કલ્પના દ્વારા કથન કર્યું છે કે પ્રતિ સમય એક એક નારકીને બહાર કાઢવામાં આવે તો અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ વ્યતીત થઈ જાય, તેમ છતાં એક પણ નરક ખાલી થતી નથી અર્થાત્ અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલના સમયોથી પણ પ્રત્યેક નરકના નારકીઓની સંખ્યા અધિક છે.
નારકીઓની અવગાહના :
१६ इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए णेरइयाणं केमहालिया सरीरोगाहणा पण्णत्ता? गोयमा ! दुविहा सरीरोगाहणा पण्णत्ता, तं जहा - भवधारणिज्जा य उत्तरवेडव्विया य । तत्थ जा सा भवधारणिज्जा सा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं सत्त धणूइं तिण्णि य रयणीओ छच्च अंगुलाई । तत्थ णं जे से उत्तरवेडव्विया सा जहण्णेण अंगुलस्स संखेज्जइभागं उक्कोसेणं पण्णरस धणूइं अड्डाइज्जाओ रयणीओ ।