________________
પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-૨
| ૨૨૩ |
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નારકી ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું અસંજ્ઞી જીવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, સરિસર્પોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. પક્ષીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ચતુષ્પદમાંથી આવીને ઉત્પન્ન થાય છે, ઉરપરિસર્પમાંથી આવીને ઉત્પન્ન થાય છે, સ્ત્રીઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે મત્સ્યોમાંથી અને મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે યાવત મત્સ્ય અને મનુષ્યોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે.
ગાથાર્થ– અસંશી જીવ પ્રથમ નરક સુધી, સરિસર્પ(ભુજપરિસર્પ) બીજી નરક સુધી, પક્ષી ત્રીજી નરક સુધી, સિંહ આદિ સ્થલચરો ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી, સ્ત્રીઓ છઠ્ઠી નરક સુધી અને મત્સ્ય તેમજ મનુષ્ય સાતમી નરક સુધી જાય છે યાવત્ અધઃ સપ્તમ પૃથ્વીમાં અસંજ્ઞી જીવોમાંથી આવી ઉત્પન્ન થતા નથી ભાવતું સ્ત્રીઓમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી પરંતુ મચ્છ(જલચર પુરુષ અને જલચર નપુંસકો)માંથી તથા મનુષ્ય(પુરુષ અને નપુંસકો)માંથી આવીને ઉત્પન્ન થાય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સાતે નરકોમાં ઉત્પન્ન થનારા જીવોનું પ્રતિપાદન છે.
ગર્ભજ મનુષ્ય તેમજ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય જીવો નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમાં ગર્ભજ મનુષ્યો સાત નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે. તિર્યંચ પંચેન્દ્રિયના જલચર, સ્થલચર આદિ પ્રકારોમાં કયા જીવોની કઈ નરક સુધી જવાની યોગ્યતા છે, તેનું કથન સૂત્રકારે બે ગાથા દ્વારા કર્યું છે.
અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી જ જઈ શકે છે. તે જીવોમાં અન્ય પૃથ્વીઓમાં ઉત્પન્ન થવા યોગ્ય અધ્યવસાયોની તીવ્રતા હોતી નથી. બીજી નરક આદિમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થતા નથી.
તે જ રીતે નોળિયો, ઉંદર આદિ ભુજપરિસર્પ બીજી નરક સુધી જ જઈ શકે છે, ત્રીજી આદિ નરકમાં તેની ઉત્પત્તિ થતી નથી.
પક્ષી આદિ ખેચર ત્રીજી નરક સુધી; સિંહ, ગાય, ભેંસ વગેરે સ્થલચર પશુઓ ચોથી નરક સુધી; સર્પ આદિ ઉરપરિસર્પ પાંચમી નરક સુધી; મત્સ્ય આદિ જલચર સ્ત્રી અને મનુષ્ય સ્ત્રી છઠ્ઠી નરક સુધી જઈ શકે છે. જલચર પુરુષ તથા જલચર નપુંસક અને મનુષ્ય પુરુષ તથા મનુષ્ય નપુંસક સાતમી નરક સુધી અર્થાત્ સર્વે નરકોમાં ઉત્પન્ન થઈ શકે છે.
પ્રથમ નરકમાં પાંચ પ્રકારના સંજ્ઞી અને અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, બીજી નરકમાં પાંચ પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય; ત્રીજી નરકમાં ભુજપરિસર્પને છોડીને ચાર પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય; ચોથી નરકમાં ભુજપરિસર્પ અને ખેચરને છોડીને ત્રણ પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય; પાંચમી નરકમાં ભુજપરિસર્પ, ખેચર અને ચતુષ્પદ સ્થલચરને છોડીને બે પ્રકારના સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય; છઠ્ઠી નરકમાં ભુજપરિસર્પ, ખેચર, ચતુષ્પદ અને ઉરપરિસર્પને છોડીને એક જલચર તિર્યંચ પંચેન્દ્રિય ઉત્પન્ન થઈ શકે છે. સાતમી નરકમાં જલચર સ્ત્રીને છોડીને જલચર પુરુષ તથા જલચર નપુંસક તિર્યંચ પંચેન્દ્રિયો ઉત્પન્ન થઈ શકે છે. ગર્ભજ મનુષ્ય સાત નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે પરંતુ તેમાં મનુષ્ય સ્ત્રીઓ છ નરક સુધી જ ઉત્પન્ન થાય છે.