________________
૨૨૨
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
મધ્યવર્તી અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ એક લાખ યોજન વિસ્તૃત છે, તેનો પાર પામી શકાય છે. શેષ ચાર નરકાવાસ અસંખ્યાત યોજન વિસ્તૃત છે, તેનો પાર પામવો, તે દેવને માટે પણ સંભવિત નથી. નરકાવાસનું સ્વરૂ૫ - રત્નપ્રભાદિ નરક પૃથ્વીના નરકાવાસો સર્વથા વજમય છે. તે ખર(કઠોર) પૃથ્વીકાયમય છે. તેમાં બાદર પૃથ્વીકાયના અનેક જીવો ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પામે છે. તે જ રીતે કેટલાક પુદ્ગલ સ્કંધો ત્યાંથી છૂટા પડે છે અને કેટલાક મુગલ સ્કંધો ત્યાં પ્રવેશ કરે છે. આ રીતે જીવ અને પુગલના ગમનાગમનની પ્રક્રિયા ત્યાં નિરંતર થતી રહે છે. જીવ અને પુદ્ગલોના સતત ગમનાગમનથી તેનો પ્રતિનિયત આકાર શાશ્વતકાલ પર્યત ટકી રહે છે. આ રીતે રત્નપ્રભાદિ નરક પૃથ્વીઓ તથા તેના નરકાવાસો અને કુંભીઓ વગેરે શાશ્વત છે. દ્રવ્યની અપેક્ષાએ તે નિત્ય છે, સદાકાળ હતી, સદાકાળ છે અને સદાકાળ રહેશે. દ્રવ્યથી શાશ્વત હોવા છતાં પણ તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બદલાતા રહે છે, તેથી તે પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. શિવમારે:- સૂત્રમાં નરકાવાસોના વર્ણાદિની અશુભતાનું નિરૂપણ અનેક ઉપમાઓથી કર્યું છે.
નરકાવાસોનો વર્ણ કાળો, તેમજ કાળી કાંતિવાળો છે. કયારેક કાળા વર્ણવાળી વસ્તુ પણ ચમકતી હોવાથી પ્રિય લાગે પરંતુ નરકાવાસો ત્રાસજનક, ભયંકર, ઘોરાતિઘોર કાળા હોય છે. તેને જોઈને નારકીઓ સદા
ભયભીત રહે છે. મ ય :- તેની ગંધ સડી ગયેલા મૃત કલેવરથી અનંતગુણી અનિષ્ટ છે. કોઈક વાર મૃત કલેવરમાં
અલ્પદુર્ગધ હોય પરંતુ નરકાવાસની દુર્ગધની પરાકાષ્ટા સૂચિત કરવા સૂત્રકારે નવ વરિયઆદિવિશેષણોનો પ્રયોગ કર્યો છે. તે મૃત કલેવર સડી જાય, ગળી જાય, કોહી જાય અને દુર્ગધ ફેલાય તેનાથી વધુ અનિષ્ટ, અકાંત, અપ્રિય અને અમનોહર, આ નરક ભૂમિઓની ગંધ હોય છે.
તેના સ્પર્શની ત્રાસજનકતા પ્રગટ કરવા સૂત્રકારે અનેક શસ્ત્રના અગ્રભાગની ઉપમા આપી છે. નરકાવાસોનો સ્પર્શ શસ્ત્રની ધારના સ્પર્શથી અનંતગુણો અનિષ્ટ છે, તે નારકીઓના શરીરનો ભેદક, દાહક, વ્યથાજનક અને ત્રાસજનક હોય છે. આ રીતે નરકાવાસોના વર્ણ, ગંધ, સ્પર્શ નારકીઓ માટે દુઃખદાયક હોય છે. નારકીઓનો ઉપપાત - |१३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए णेरइया कओहिंतो उववज्जंति ? किं
असण्णीहितोउववज्जति?सरीसिवेहितोउववज्जति? पक्खीहितो उववज्जति? चउप्पए हिंतो उववजंति ? उरगेहिंतो उववजति ? इत्थियाहिंतो उववजंति ? मच्छमणुएहितो उववजति ? गोयमा !असण्णीहिंतो उववज्जति जावमच्छमणुएहितो वि उववज्जति,
असण्णी खलु पढम, दोच्चंचसरीसिवा तइय पक्खी। सीहा जति चउत्थि, उरगा पुण पंचमि जति ॥१॥ छढेिच इत्थियाओ, मच्छा मणुया य सत्तमिति ।
एसोखलु उववाओ, णेरइयाणतुणायव्वो ॥२॥ जावअहेसत्तमाएपुढवीएणेरड्या णोअसण्णीहितो उववज्जति जावणो इत्थियाहितो उववति, मच्छमणुस्सेहितो उववति ।