________________
૨૨૦ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઉત્તર- હે ગૌતમ ! આ જંબુદ્વીપ નામનો દ્વીપ જે સર્વ દીપ-સમુદ્રોમાં આત્યંતર, સર્વથી નાનો ગોળ છે, તે તેલમાં તળેલા પૂડલાના આકાર જેવો ગોળ છે, રથના પૈડાના આકાર જેવો ગોળ છે, કમળની કર્ણિકાના આકાર જેવો ગોળ છે, પૂર્ણ ચંદ્રમાના આકાર જેવો ગોળ છે; જે એક લાખ યોજનાનો લાંબો પહોળો છે, તેની પરિધિ ત્રણ લાખ, સોળ હજાર, બસો સત્યાવીસ યોજન, ત્રણ ગાઉ, એકસો અઠ્ઠાવીસ ધનુષ, અને સાડા તેર અંગુલથી કંઈક અધિક છે.
મહાઋદ્ધિવાળા યાવતું મહાપ્રભાવવાળા કોઈદેવ ત્રણ ચપટી વગાડવા જેટલા સમયમાં આ સંપૂર્ણ જંબૂદ્વીપને ૨૧ વાર પ્રદક્ષિણા કરીને પાછો આવી જાય છે. તેવી પોતાની ઉત્કૃષ્ટ ત્વરિત, ચપલ, ઉગ્ર, શીઘ, ઉદ્ધત, વેગવાળી, નિપુણ એવી દિવ્ય દેવગતિથી ચાલતા જઘન્ય એક દિવસ, બે કે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ છ માસ સુધી ચાલતો રહે, તો પણ તે તે નરકાવાસોમાંથી કોઈક નરકાવાસોને પાર કરી શકે છે અને કોઈક નરકાવાસોને પાર કરી શકતો નથી. હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસો આટલા વિસ્તૃત છે. આ પ્રમાણે સાતમી નરક પૃથ્વી પર્વતના નરકાવાસોના સંબંધમાં પણ કહેવું જોઈએ. સાતમી નરકના કથનમાં વિશેષતાએ છે કે તેના એક નરકાવાસને પાર કરી શકે છે, શેષ ચારને પાર કરી શકતા નથી. | १२ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए णरगा किंमया पण्णत्ता? ।
गोयमा !सव्ववइरामया पण्णत्ता । तत्थ णं णरएसुबहवे जीवा य पोग्गला य अवक्कमति विउक्कमति चयति उववज्जति । सासया णते णरगा दव्वट्ठयाए; वण्णपज्जवेहिं गंधपज्जवेहि रसपज्जवेहिं फासपज्जवेहिं असासया। एवं जावअहे सत्तमाए। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસ શેના બનેલા છે?
ઉત્તર-હે ગૌતમ! તે નરકાવાસ સંપૂર્ણરૂપે વજમય છે. તે નરકાવાસોમાં ઘણા ખર બાદર પૃથ્વીકાયિક જીવો ચ્યવે છે અને ઉત્પન્ન થાય છે, ઘણા જૂના પુલ નીકળે છે અને નવા આવે છે. આ રીતે દ્રવ્યથી તે નરકાવાસો શાશ્વત છે અને વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય અને સ્પર્શપર્યાયોથી અશાશ્વત છે. આ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નૈરયિકોના આવાસ રૂપ નરકાવાસોના સ્થાન, સંસ્થાન, સ્વરૂપ, વર્ણાદિ વિષયક વર્ણન છે. નરકાવાસોના સ્થાન - પ્રથમ રત્નપ્રભા પૃથ્વીથી છઠ્ઠી તમ પ્રભા પર્વતની નરક પૃથ્વીઓમાં ઉપર અને નીચે એક-એક હજાર યોજન છોડીને વચ્ચેના ક્ષેત્રમાં પાથડા અને આંતરા છે. તેમાંથી દરેક પાથડાઓમાં નરકાવાસા છે, પરંતુ સાતમી તમસ્તમા નરક પૃથ્વીમાં ઉપર અને નીચે પર,૫૦૦–પર,૫૦૦(સાડા બાવન હજાર) યોજન છોડીને વચ્ચે 3000 યોજનનો એક પાથડો છે, ત્યાં આંતરા નથી. તે એક પાથડામાં પાંચ મહા નરકાવાસા છે. નરકાવાસોના આકાર :- નરકાવાસોના બે પ્રકાર છે– (૧) ચારે દિશા અને વિદિશામાં એક પંક્તિમાં રહેલા નરકાવાસો આવલિકા પ્રવિષ્ટ છે, તે આવલિકા બદ્ધ, શ્રેણીબદ્ધ કે પંકિતબદ્ધ નરકાવાસ પણ કહેવાય છે. તેમાં મધ્યમાં એક ઇન્દ્રક નરકાવાસ ગોળ હોય છે અને તેની ચાર દિશા અને ચાર વિદિશામાં, તેમ આઠ શ્રેણીમાં ક્રમશઃ ત્રિકોણ, ચોરસ અને ગોળ આકારના નરકાવાસો હોય છે. (૨) પંક્તિબદ્ધ નરકાવાસોની