________________
| પ્રતિપત્તિ-૩: નરયિક ઉદ્દેશક-ર .
[ ૨૧૫ ]
પૃથ્વીની જેટલી જાડાઈ અને જ્યાં જેટલા નરકાવાસ છે, તે પ્રમાણે સાતમી પૃથ્વી સુધી કહેવું જોઈએ થાવત્ અધઃસપ્તમ પૃથ્વીના મધ્યવર્તી કેટલા ક્ષેત્રમાં કેટલા અનુત્તર અને મોટા મહા નરકાવાસો છે? આ પ્રમાણે પ્રશ્ન કરીને તેના ઉત્તર ઉપર પ્રમાણે કહેવા જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાતે ય નરક પૃથ્વીમાં નરકાવાસોનું સ્થાન અને તેની અશુભતા આદિનું કથન શ્રી પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશ પૂર્વક કર્યું છે. શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં વર્ણિત તે પદોનું વિશ્લેષણ આ પ્રમાણે છે અદેપુરપાળ –આ નરકાવાસો નીચેના ભાગમાં (શુરા) અસ્તરા સમાન તીક્ષ્ણ આકારવાળા છે. આ નરકાવાસોનું (ભૂમિતલ) તળીયુ ચીકણું કે મુલાયમ નથી પરંતુ કાંકરાથી યુક્ત છે. જેના સ્પર્શમાત્રથી નારકીઓના પગ કપાય જાય છે, છોલાય જાય છે અને તે વેદનાનો અનુભવ કરે છે. વિંધારતા - આ નારકાવાસોમાં હંમેશાં ગાઢ અંધકાર હોય છે. ત્યાં પ્રકાશનો સર્વથા અભાવ હોવાથી જાત્યાંધની જેમ અને મેઘાચ્છાદિત અર્ધરાત્રિના અંધકારથી પણ અતિઘનિષ્ટ અંધકાર સદાકાળ વ્યાપ્ત રહે છે. ત્યાં સૂર્યાદિ જ્યોતિષી દેવો નથી. વવયિદિવસૂરણઉત્તળોટ્સપ -તેનારકાવાસો માંગ્રહ, ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, તારા આદિજ્યોતિષી દેવોનો પરિભ્રમણનો માર્ગ નથી અર્થાત્ પ્રકાશ કરનારા કોઈપણ તત્ત્વો ત્યાં નથી. મેયવસા-પૂરિબંહિત-તિરાખુવગતતા -તેનારકાવાસોનું ભૂમિતલ મેદ, ચરબી, પરૂ–લોહી અને માંસના કીચડથી લીંપાયેલું રહે છે. અણવીમચ્છા-મદ આદિના કીચડના કારણે, અશુચિરૂપ હોવાને કારણે અત્યંત ધૃણા જનક, બીભત્સ છે, તેને જોવા માત્રથી અત્યંત ખેદ ઉત્પન્ન થાય છે. પરમાિંથા –તે નરકાવાસો અત્યંત દુર્ગધવાળા છે, તેમાંથી મરેલા પશુઓના કલેવરો જેવી દુર્ગધ નીકળે છે. ol૩છાવUTTબા-લોઢાને ગરમ કરતા અગ્નિની જ્વાળાનો વર્ણ જેમ અત્યંત જ કાળો થઈ જાય છે. તેવા કાળા વર્ણના નરકાવાસો છે અર્થાતુ વર્ણની અપેક્ષાથી અત્યંત કાળા છે. વડBl :- તે નરકાવાસોનો સ્પર્શ અત્યંત કર્કશ છે. અસિપત્ર (તલવારની ધાર)ની જેમ ત્યાંનો સ્પર્શ અત્યંત દુઃસહ્ય હોય છે. કુદિયાસા-તે નરકાવાસો દુખદાયી છે. અસુમા વયળા -તે નરકાવાસો ઘણા જ અશુભ છે. જોવા માત્રથી અશુભતા જણાય છે. ત્યાંના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ અશુભ, અશુભતર અને અશુભતમ હોય છે. ત્યાં જીવોને જે વેદના થાય છે, તે પણ અત્યંત અશાતારૂપ હોય છે. નરકાવાસોમાં ઉપર પ્રમાણેની તીવ્ર તેમજ દુઃસહ્ય વેદનાઓ થાય છે.