SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૬ ] શ્રી જીવાજીવાભિગમ સૂત્ર નરક પૃથ્વી અને નરકાવાસ - સંખ્યા | પૃથ્વીનું નામ જાડાઈ (યોજન) | મધ્યનો ભાગ યોજન નરકાવાસ સંખ્યા રત્નપ્રભા ૧,૮0,000 | ૧,૭૮,૦૦૦ ૩૦ લાખ ર | શર્કરાપ્રભા ૧,૩૨,000 ૧,૩૦,000 ૨૫ લાખ વાલુકાપ્રભા ૧,૨૮,000 ૧,૨૬,000 ૧૫ લાખ ૪ | પંકપ્રભા ૧,૨૦,000 ૧,૧૮,000 ૧૦ લાખ | ૫ | ધૂમપ્રભા૧,૧૮,000 ૧,૧૬,000 ૩ લાખ તમ: પ્રભા ૧,૧૬,000 ૧,૧૪,000 ૯૯,૯૯૫ અધઃ સપ્તમ પૃથ્વી | ૧,૦૮,૦૦૦ ૩000 પાંચ કુલ-૮૪ લાખ * પ્રત્યેક નરક પૃથ્વીમાં ઉપર ૧000 યોજન પ્રમાણ છત અને નીચે ૧000 યોજન પ્રમાણ ભૂમિતલ છે. માટે મધ્યનો ભાગ ૨૦૦૦ યોજન ઓછો કરવામાં આવે છે. પરંતુ સાતમી નરક પૃથ્વીમાં ઉપર નીચેના છત અને ભૂમિભાગ | પર૫00 યોજનાના છે અને મધ્યનો ભાગ(પ્રસ્તટ) 8000 યોજનાનો છે. નરકાવાસોનો આકાર, વિસ્તાર વણદિ:| ३ इमीसे णं भंते ! रयणप्पभाए णरगा किं संठिया पण्णता? गोयमा !दुविहा पण्णत्ता,तंजहा-आवलियपविट्ठाय आवलियबाहिरा य । तत्थ णंजेते आवलियपविट्ठाते तिविहा पण्णत्ता,तंजहा- वट्टा, तंसा, चउरंसा । तत्थ णंजे ते आवलियबाहिरा ते णाणासंठाणसंठिया पण्णत्ता, तं जहा- अयकोट्ठसंठिया, पिट्ठपयणगसंठिया,कंडूसंठिया,लोहीसंठिया, कडाहसंठिया, थालीसंठिया,पिहडगसंठिया, किण्णपुडगसंठिया(किमियसंठिया) उडयसठिया, मुरयसंठिया, मुयंगसंठिया, णदिमुयंग सठिया, आलिंगकसठिया, सुघोससठिया, दद्दरयसठिया,पणवसठिया,पडहसठिया, भेरीसंठिया, झल्लरिसंठिया, कुतुंबकसंठिया, णालिसंठिया, एवं जावतमा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોનો આકાર કેવો છે? ઉત્તર-હે ગૌતમ!તે નરકાવાસના બે પ્રકાર છે– (૧) આવલિકા પ્રવિષ્ટ(શ્રેણી બદ્ધ) અને આવલિકા બાહ્ય. તેમાં આવલિકા પ્રવિણ (શ્રેણી બદ્ધ) નરકાવાસા ત્રણ પ્રકારના છે– (૧) ગોળ, (૨) ત્રિકોણ, અને (૩) ચોરસ.આવલિકા બાહ્ય એટલે પુષ્પાવકીર્ણ નારકાવાસા વિવિધ આકારના છે, જેમ કે- લોહમય કોઠીના આકારના, લોટ–ચૂર્ણાદિ પકવવાના તપેલાના આકારના, કંદોઈના મીઠાઈ બનાવવાના વાસણના આકારના, લોઢીના આકારના, કડાઈના આકારના, થાળીના આકારના, બકડીયાના આકારના, કીર્ણ પુટક(વૃક્ષવિશેષ)ના આકારના, ઝૂંપડીના આકારના(કૃમિ જીવ વિશેષના આકારના), મૃદંગ-વાદ્ય વિશેષના આકારના, નંદીમૃદંગના આકારના, આલિંજર-માટીના બનાવેલા મૃદંગના આકારના, સુઘોષા નામના ઘંટના આકારના, દર્દર નામના વાધવિશેષના આકારના, પણવ નામના વાધવિશેષના આકારના, પટહ ઢોલ નામના
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy