________________
પ્રતિપત્તિ-૩: નૈયિક ઉદ્દેશક-૨
[ ૨૧૩ ]
પ્રથમ નરકના નારકીની અવગાહનાથી બીજી નરકના નારકીની અવગાહના બમણી છે. આ રીતે સાતે નરકમાં ક્રમશઃ બમણી-બમણી અવગાહના કરતા સાતમી નરકના નારકીઓની ૫૦૦ ધનુષની અને તેના ઉત્તરક્રિય શરીરની ૧૦૦૦ ધનુષની અવગાહના હોય છે.
નારકીઓના શરીર હાડ માંસ આદિથી રહિત અસંઘયણી અને અત્યંત બીભત્સ ફંડ સંસ્થાનવાળા હોય છે. અશુભ પુદ્ગલો જ તેના આહાર અને શ્વાસોચ્છવાસ રૂપે પરિણત થાય છે.
તે જીવોને કૃષ્ણ, નીલ અને કાપોત, આ ત્રણ અશુભ લેશ્યાઓ, ત્રણ દષ્ટિ, ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન ત્રણ યોગ, સાકાર અને અનાકાર ઉપયોગ, પ્રથમના ચાર સમુઘાત હોય છે. તે જીવોને જન્મથી જ અવધિજ્ઞાન હોય છે. અવધિજ્ઞાન દ્વારા તે જીવો જઘન્ય સાડા ત્રણ ગાઉ અને ઉત્કૃષ્ટ ચાર ગાઉ ક્ષેત્રના રૂપી પદાર્થોને જાણે છે. નીચેની નરકના નૈરયિકોના અવધિજ્ઞાનનું ક્ષેત્ર ક્રમશઃ અર્ધા-અર્ધા ગાઉ ઘટતું જાય છે. વિદુર્વણા શક્તિ-તે જીવો એક કે અનેક વિવિધ પ્રકારના શસ્ત્રો આદિ સંખ્યાતા રૂપોની વિકુર્વણા કરી શકે છે. તે વિવિધ પ્રકારની વિફર્વણા કરીને તે શસ્ત્રો આદિ દ્વારા પરસ્પર વેદના ઉત્પન્ન કરે છે. છઠ્ઠી-સાતમી નરકના નારકીઓ સૂક્ષ્મ કુંથુંવા, કીડા આદિના રૂપોની વિમુર્વણા કરીને એક બીજાના શરીરમાં ઘુસી જાય છે. પરસ્પર કરડે છે, દુઃસહ્ય વેદના ઉત્પન્ન કરે છે. નારકીઓની વેદના- નારકી જીવોને (૧) ક્ષેત્રકૃત (૨) પરસ્પરકૃત અને (૩) પરમાધામી આદિ દેવકૃત વેદના ભોગવવી પડે છે. તે જીવો હંમેશાં ઉદ્વિગ્ન, ત્રસ્ત, ભયભીત, ક્રૂર પરિણામી રહે છે. તે જીવો અનંત સુધા, તૃષા, ઠંડી અને ગરમીની વેદનાથી જીવન પર્યત વ્યાકુળ રહે છે. પ્રથમ ત્રણ નરકમાં ઉષ્ણવેદના ચોથી અને પાંચમી નરકમાં શીત અને ઉષ્ણ વેદના, છઠ્ઠી, સાતમી નરકમાં શીતવેદના હોય છે.
તે જીવો માટે ત્યાં રહેલા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આદિ સ્થાવર જીવોનો સ્પર્શ અનિષ્ટ, અકાંત, અપ્રિય, પીડાજનક હોય છે. ત્યાં બાદર અગ્નિ નથી પરંતુ ઉષ્ણ યુગલોની ઉષ્ણતા અગ્નિસમ લાગે છે. નારીઓની સ્થિતિ જઘન્ય ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. નરકના સ્થાવર જીવો– નરકમાં રહેલા સ્થાવર જીવોને પણ મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ અને મહાવેદના હોય છે.
આ રીતે નૈરયિકોના આવાસ અને વેદના વગેરેનું નિરૂપણ કરતો ઉદ્દેશક પૂર્ણ થાય છે.