________________
૨૧૨
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
પ્રતિપત્તિ – ૩ નૈરયિક ઉદ્દેશક – ૨,
| સંક્ષિપ્ત સાર રાજ
w s આ ઉદ્દેશકમાં નરકાવાસોના સ્થાન, સંસ્થાન, વર્ણાદિ તેમજ નૈરયિકોની સ્થિતિ અને વેદનાનું મુખ્યતયા પ્રતિપાદન છે. નરકાવાસોનું સ્થાન– એક થી છ નરક સુધી પ્રત્યેક નરક પૃથ્વીના ઉપર અને નીચે ૧૦૦૦-૧૦૦૦ યોજન છોડીને વચ્ચેના ક્ષેત્રમાં પાથડા અને આંતરા છે. તેમાંથી પ્રત્યેક પાથડાઓમાં નરકાવાસા છે. સંસ્થાન–આ નરકાવાસા અંદરથી ગોળ અને બહારથી ચોરસ, ત્રિકોણાદિ આકારવાળા છે. આવલિકાબદ્ધ નરકાવાસો ગોળ, ત્રિકોણ અને ચોરસ તે ત્રણ આકારના હોય છે. પુષ્પાવકીર્ણ નરકાવાસોવિવિધ આકારના હોય છે. યથા– લોખંડની કોઠીના આકારના, મૃદંગના આકારના, ઝાલરના આકારના, ભેરીના આકારના વગેરે. પરિમાણ– નરકાવાસોની જાડાઈ ત્રણ હજાર યોજનાની હોય છે. તેમાં નીચે એક હજાર યોજન ઘન વચ્ચે એક હજાર યોજન પોલાણ અને ઉપર એક હજાર યોજન નક્કર અને સાંકડા હોય છે અને વિસ્તારમાં કેટલાક નરકાવાસી સંખ્યાત યોજન અને કેટલાક નરકાવાસો અસંખ્યાત યોજન વિસ્તૃત છે. સ્વરૂપ-દરેક નરકાવાસા વજથી બનેલા અત્યંત ધૃણા ઉત્પન્ન થાય તેવા અશુભ વર્ણાદિથી યુક્ત હોય છે. પરમકૃષ્ણ વર્ણના, ત્રાસજનક, સડી ગયેલા મૃત કલેવરથી અનંતગુણી અધિક દુર્ગધવાળા, શસ્ત્રની ધારથી અધિક અનિષ્ટ, અપ્રિય, અમનોહર સ્પર્શવાળા હોય છે.
તેમાં અનેક જીવો જન્મ-મરણ કરે છે અને અનેક પુગલ સ્કંધો આવે છે અને જાય છે. જીવ અને પુગલના સતત ગમનાગમનથી તેનો પ્રતિનિયત આકાર શાશ્વતકાલ પર્યત ટકી રહે છે. તે દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને વર્ણાદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. નરક ગતિમાં ઉપપાત– મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચ ગતિના જીવો જ નરકમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય પ્રથમ નરક સુધી, ભુજપરિસર્પ બીજી નરક સુધી, ખેચર–પક્ષીઓ ત્રીજી નરક સુધી, સ્થલચર ચોથી નરક સુધી, ઉરપરિસર્પ પાંચમી નરક સુધી, જલચર સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને જલચર પુરુષ તથા નપુંસક સાતમી નરક સુધી જઈ શકે છે. મનુષ્ય સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય પુરુષ તથા નપુંસક સાત નરક સુધી જઈ શકે છે. નરક ગતિમાં પરિમાણ આદિ– એક સમયમાં એક જ નરકમાં ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવો ઉત્પન્ન થઈ શકે છે. પ્રથમ નરકના નારકીઓની ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ, છ અંગુલની છે. તેના ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલનો સંખ્યાતમો ભાગ ઉત્કૃષ્ટ ૧૫ ધનુષ અને અઢી હાથની છે.