________________
| પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧
[ ૨૦૫ ]
જીવો એક સાથે રત્નપ્રભાદિ નરકમાં ઉત્પન્ન થઈ જાય તો દેવ, તિર્યચ, મનુષ્યાદિનો અભાવ થઈ જાય, પરંતુ ક્યારે ય તેમ થતું નથી. લોકમાં ચારે ય ગતિઓ શાશ્વત છે તેથી એક સાથે સર્વ જીવો રત્નપ્રભાદિ નરકમાં ઉત્પન્ન થયા નથી.
તે જ રીતે જીવોએ ભૂતકાળમાં કાલક્રમથી અલગ અલગ સમયમાં રત્નપ્રભાદિ નરક ભૂમિઓને છોડી છે, પરંતુ બધા જીવોએ એક સાથે તેને છોડી નથી, કારણ કે રત્નપ્રભામાં સર્વ જીવો હોતા નથી તેથી એક સાથે જોડવાની વાત પણ સંભવિત નથી.
| સર્વ જીવોની જેમ સર્વ પુદ્ગલ દ્રવ્યો પણ કાલક્રમથી અલગ સમયમાં રત્નપ્રભાદિ રૂપે પરિણત થયા છે, પરંતુ બધા પુદ્ગલ દ્રવ્યો એક સાથે રત્નપ્રભાદિના રૂપમાં પરિણત થયા નથી. બધા પુગલો એક સાથે રત્નપ્રભા નરક પૃથ્વીરૂપે પરિણત થાય, તો રત્નપ્રભાદિને છોડીને અન્યત્ર સર્વ જગ્યાએ પુદ્ગલોનો અભાવ થઈ જાય, પરંતુ એવું ક્યારે ય થતું નથી.
આ જ રીતે બધા પુગલોએ કાલક્રમથી રત્નપ્રભાદિરૂપ પરિણમનનો પરિત્યાગ કર્યો છે, પરંતુ બધા પુદ્ગલોએ એક સાથે રત્નપ્રભાદિ રૂપ પરિણમનનો ત્યાગ કર્યો નથી. જો એવું થાય તો રત્નપ્રભાદિના સ્વરૂપનો અભાવ થઈ જાય; ખરેખર એવું થઈ શકતું નથી, કારણ કે રત્નપ્રભાદિ સર્વ સ્થાનો શાશ્વત છે. નરક પૃથ્વીની શાશ્વતતા અશાશ્વતતા - | ५५ इमाणं भंते ! रयणप्पभापुढवी किं सासया असासया? गोयमा ! सिय सासया, सिय असासया। सेकेणतुणं भंते ! एवं वुच्चइ-सिय सासया, सिय असासया?
गोयमा !दव्वट्ठयाए सासया, वण्णपज्जवेहि,गंधपज्जवेहि, रसपज्जवेहि, फास पज्जवेहि असासया;सेतेण?ण गोयमा ! एवं वुच्चइ-तचेव जावसिय असासया। एवं जावअहेसत्तमा । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન! આ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે કે અશાશ્વત ? ઉત્તર- હે ગૌતમ ! શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે રત્નપ્રભા પૃથ્વી શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે?
ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ શાશ્વત છે અને વર્ણ પર્યાય, ગંધ પર્યાય, રસપર્યાય અને સ્પર્શ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે આ રત્નપ્રભા પૃથ્વી શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ५६ इमाणं भंते ! रयणप्पभापुढवी कालओ केवच्चिर होइ?
गोयमा !ण कयाइण आसि,ण कयाइ णत्थि, ण कयाइ ण भविस्सइ; भुवि च भवइ य भविस्सइय; धुवा,णियया,सासया, अक्खया, अव्वया, अवट्ठिया णिच्चा। एवं चेव जावअहेसत्तमा।। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની સ્થિતિ કેટલી છે?
- ઉત્તર– હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી ક્યારે ય ન હતી તેમ નથી, ક્યારે ય ન હોય તેવું નથી, અને ક્યારે ય હશે નહીં તેમ પણ નથી; તે ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે.