________________
૨૦૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
આ રીતે તે ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. આ જ રીતે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નરક પૃથ્વીની શાશ્વવતતા અશાશ્વતતા વિષયક વિચારણા છે.
આ જગતની પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. વિવિધ વિવક્ષાથી વિરોધી જણાતાં ધર્મો તેમાં એક સાથે રહી શકે છે. યથા– એક જ વ્યક્તિ તેના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને તેના પુત્રની અપેક્ષાએપિતા પણ છે. આ રીતે એક જ વ્યક્તિમાં પિતૃત્વ અને પુત્રત્વ બંને વિરોધી જણાતાં સંબંધો એક સાથે રહી શકે છે.
વસ્તુના અનંત ગુણોમાંથી નય એક-એક ધર્મનું કથન કરે છે, તેના બે પ્રકાર છે– (૧) દ્રવ્યાર્થિકનય અને (૨) પર્યાયાર્થિક નય. દ્રવ્યાર્થિક નય વસ્તુના સામાન્ય સ્વરૂપને ગ્રહણ કરે છે અને પર્યાયાર્થિકનય વસ્તુના વિશેષ સ્વરૂપને ગ્રહણ કરે છે.
વસ્તુ એકાંત દ્રવ્યરૂપ નથી તે જ રીતે એકાંત પર્યાય રૂપ પણ નથી. તે દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે. દ્રવ્યને છોડી પર્યાય રહેતી નથી અને પર્યાય વિના દ્રવ્ય હોતું નથી. દ્રવ્ય પર્યાયોનો આધાર છે અને પર્યાય દ્રવ્યનો આધેય છે. આધેય વિના આધાર અને આધાર વિના આધેયની સ્થિતિ જ નથી. પ્રત્યેક પૃથ્વી, દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત છે અર્થાતુ રત્નપ્રભાપૃથ્વીનો આકારાદિ ભાવ, તેનું અસ્તિત્વ આદિ હંમેશાં હતા, છે અને રહેશે, તેથી તે શાશ્વત છે, તેના વર્ણપર્યાય, ગંધપર્યાય, રસપર્યાય આદિ પ્રતિક્ષણ પલટતા રહે છે, તેથી પર્યાય અપેક્ષાએ અશાશ્વત છે. આ રીતે સાતે ય નરકમૃથ્વીઓની વક્તવ્યતા જાણવી જોઈએ.
રત્નપ્રભાદિ પૃથ્વીની શાશ્વતતા સૈકાલિક છે. સુત્રકારે તેને ભિન્ન-ભિન્ન વિશેષણો દ્વારા સ્પષ્ટ કરી છે. તે ત્રિકાલભાવી હોવાથી ધ્રુવ છે, નિયત સ્વરૂપવાળી હોવાથી ધર્માસ્તિકાયની જેમ નિયત છે, નિયત હોવાથી શાશ્વત છે કારણ કે તેનો પ્રલય થતો નથી. શાશ્વત હોવાથી અક્ષય છે અને અક્ષય હોવાથી અવ્યય છે અને અવ્યય હોવાથી સ્વપ્રમાણમાં અવસ્થિત છે અને હંમેશાં રહેવાના કારણે નિત્ય છે. આ પ્રમાણે સાતે ય પૃથ્વીઓની શાશ્વતતા જાણવી જોઈએ. નરક પૃથ્વીઓનું વિભાગવાર અંતર :| ५७ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ हेछिल्ले चरिमंते एसणं केवइय अबाहाए अतरे पण्णत्ते? गोयमा ! असिउत्तरंजोयणसयसहस्स अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી નીચેના ચરમાંત વચ્ચે કેટલું અંતર છે? ઉત્તરહે ગૌતમ ! એક લાખ એસી હજાર યોજનાનું અંતર છે. |५८ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए उवरिल्लाओ चरिमंताओ खरस्स कंडस्स हेट्ठिल्लेचरिमते एसणं केवइयं अबाहाए अंतरेपण्णते? गोयमा !सोलसजोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરી ચરમાંતથી ખરકાંડના નીચેના ચરમાંતની વચ્ચે કેટલું અંતર છે? ઉત્તર- હે ગૌતમ! સોળ હજાર યોજનાનું અંતર છે.