________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
જીવો એક સાથે રત્નપ્રભામાં ઉત્પન્ન થયા નથી. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. ५२ इमाणं भंते ! रयणप्पभा पुढवी सव्वजीवेहिं विजढपुव्वा ? सव्वजीवेहिं विजढा? गोयमा ! इमाणं रयणप्पभापुढवी सव्वजीवेहिं विजढपुव्वा, णो चेव णं सव्वजीवविजढा । एवं जाव अहेसत्तमा ।
૨૦૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી શું કાલક્રમે સર્વ જીવો દ્વારા પરિત્યક્ત છે ? સર્વ જીવો દ્વારા એક સાથે પરિત્યક્ત છે ?
ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી કાલક્રમથી સર્વ જીવો દ્વારા પૂર્વમાં પરિત્યક્ત છે, પરંતુ સર્વ જીવો દ્વારા એક સાથે ક્યારે ય પરિત્યક્ત થતી નથી. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. [ ५३ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए सव्वपोग्गला पविट्ठपुव्वा, सव्व पोग्गला पविट्ठा। गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए सव्वपोग्गला पविद्वपुव्वा, णो चेवणं सव्वपोग्गला पविट्ठा। एवं जाव अहेसत्तमाए पुढवीए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં શું કાલક્રમે સર્વ પુદ્ગલ દ્રવ્યનો પહેલાં પ્રવેશ થયો છે? શું સર્વ પુદ્ગલ એક સાથે પ્રવેશ્યા છે ?
ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કાલક્રમથી સર્વ પુદ્ગલ દ્રવ્યોનો પહેલાં પ્રવેશ થયો છે, પરંતુ એક સાથે સર્વ પુદ્ગલ દ્રવ્યોનો પ્રવેશ ક્યારે ય થયો નથી. આ જ રીતે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ.
[५४ इमाणं भंते ! रयणप्पभापुढवी सव्वपोग्गलेहिं विजढपुव्वा ? सव्वपोग्गला विजढा ? गोयमा ! इमा णं रयणप्पभापुढवी सव्वपोग्गलेहिं विजढपुव्वा, णो चेव णं सव्वपोग्गलेहिं विजढा । एवं जाव अहेसत्तमा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી શું કાલક્રમે સર્વ પુદ્ગલો દ્વારા પૂર્વે પરિત્યક્ત છે કે સર્વ પુદ્ગલો દ્વારા એક સાથે પરિત્યક્ત છે ?
ઉત્તર– હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વી કાલક્રમથી સર્વ પુદ્ગલો દ્વારા પૂર્વમાં પરિત્યક્ત છે, પરંતુ સર્વ પુદ્ગલો દ્વારા એક સાથે ક્યારે ય પરિત્યક્ત થતી નથી. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંસારના સર્વ જીવો અને સર્વ પુદ્ગલ દ્રવ્યોના રત્નપ્રભા આદિ પૃથ્વીઓમાં ગમન અને પરિણમન વિષયક નિરૂપણ છે.
સત્રે નીવા ઝવવા પુળ્યા, ખો વવપ્ના :- સર્વ જીવો રત્નપ્રભા આદિનરકમાં કાલક્રમથી ઉત્પન્ન થયા છે પરંતુ એકસાથે ઉત્પન્ન થયા નથી. અહીં સર્વ જીવોથી વ્યવહાર રાશિના જીવો સમજવા જોઈએ, અવ્યવહાર રાશિના જીવો નહિ, કારણ કે અવ્યવહાર રાશિના જીવોએ નિગોદ સિવાયના કોઈ પણ સ્થાનમાં જન્મ-મરણ કર્યા નથી. જીવોનું ભવભ્રમણ અનાદિ હોવાથી અલગ-અલગ સમયમાં સર્વ જીવો રત્નપ્રભા આદિ નરકમાં ઉત્પન્ન થયા છે, પરંતુ સર્વ જીવો એક સાથે રત્નપ્રભાદિમાં ઉત્પન્ન થયા નથી, કારણ કે સર્વ