________________
| પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧
૨૦૩
નરક પૃથ્વીઓની લંબાઈ, પહોળાઈ, પરિધિઃ|४९ इमाणं भंते !रयणप्पभापुढवी केवइयं आयामविक्खंभेणं ? गोयमा ! असंखेज्जाई जोयणसहस्साइंआयामविक्खभेणं, असंखेज्जाइंजोयणसहस्साइंपरिक्खेवेणं पण्णत्ता। एवंजाव अहेसत्तमा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની લંબાઈ, પહોળાઈ અને પરિધિ કેટલી છે?
ઉત્તર–હે ગૌતમ!આરત્નપ્રભા પૃથ્વી અસંખ્યાત હજાર યોજન લાંબી અને પહોળી તથા અસંખ્યાત હજાર યોજનની પરિધિવાળી છે. આ જ રીતે સપ્તમ પૃથ્વી સુધી કહેવું જોઈએ. ५० इमाणंभंते ! रयणप्पभापुढवी अंतेयमज्झेयसव्वत्थसमा बाहल्लेणंपण्णत्ता?
हंता गोयमा ! इमाणं रयणप्पभापुढवी अंते य मज्झेयसव्वत्थ समा बाहल्लेणं, एवं जावअहेसत्तमा। ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી અંતમાં, મધ્યમાં સર્વત્ર સમાન વિસ્તારવાળી છે?
ઉત્તર- હા ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી અંતમાં અને મધ્યમાં સર્વત્ર સમાન(એક લાખ, એસી હજાર યોજન) જાડાઈવાળી છે. આ જ રીતે સાતમી પૃથ્વી સુધી કહેવું જોઈએ. વિવેચન -
પૂર્વના સૂત્રોમાં સાતે નરક પૃથ્વીની ઊંડાઈ-જાડાઈનું કથન કર્યું હતું. પ્રસ્તુત સૂત્રમાં સાતે નરક પૃથ્વીઓની લંબાઈ, પહોળાઈ અને પરિધિનું તથા જાડાઈની સમાનતાનું નિરૂપણ છે.
રત્નપ્રભા પૃથ્વીની લંબાઈ, પહોળાઈ એક રજૂ અને તેની પરિધિ કંઈક અધિક ત્રણ રજું પ્રમાણ છે. આ રીતે બીજી નરક પૃથ્વી બે રજુ લાંબી, પહોળી છે. તે જ રીતે ક્રમશઃ વધતાં સાતમી નરક પૃથ્વી સાત રજ્જુ લાંબી, પહોળી અને ત્રણ ગુણી પરિધિવાળી છે.
સુત્રમાં સાતે નરકની લંબાઈ, પહોળાઈ અને પરિધિને અસંખ્યાત હજાર યોજન પ્રમાણ જ કહી છે, કારણ કે એક રજુ અસંખ્યાત હજાર યોજન પ્રમાણ હોય છે.
પ્રત્યેક નરક પથ્થીઓ અસંખ્ય યોજનની લંબાઈ-પહોળાઈમાં સર્વત્ર એક સમાન જાડાઈવાળી છે અર્થાત્ સિદ્ધશિલાની જેમ ક્યાંક જાડી, ક્યાંક પાતળી એમ નથી. નરક પૃથ્વીમાં સર્વ જીવ અને પુદ્ગલોની ઉત્પત્તિ-પ્રવેશ:
५१ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए सव्वजीवा उववण्णपुव्वा ? सव्वजीवा उव्वण्णा? गोयमा ! इमीसेणं रयणप्पभाए पुढवीए सव्वजीवा उववण्णपुव्वा,णोचेवणं सव्वजीवा उववण्णा । एवं जावअहेसत्तमाए पुढवीए। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું આ રત્નપ્રભા પૃથ્વીમાં સર્વ જીવો પૂર્વે–ભૂતકાળમાં ક્યારે ય ઉત્પન્ન થયા છે? શું સર્વ જીવો એક સાથે ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કાલક્રમે સર્વ જીવો પહેલાં ઉત્પન્ન થયા છે, પરંતુ સર્વ