________________
૧૯૮ |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીના પૂર્વ દિશાના ચરમાંતથી લોકાંત કેટલો દૂર છે? ઉત્તર- હે ગૌતમ! ત્રીજો ભાગ(૩ યોજન) જૂન તેર યોજન દૂર લોકત છે. આ રીતે ચારે દિશાઓથી લોકાંતનું અંતર કહેવું જોઈએ. |३४ वालुयप्पभाए पुढवीएणं भंते ! पुरथिमिल्लाओ पुच्छा? गोयमा !सतिभागेहि तेरसहिं जोयणेहिं अबाहाए लोयंते पण्णत्ते।
एवं चउद्दिसि पि; एवं सव्वासिं चउसु दिसासु पुच्छियव्वं । पंकप्पभापुढवीए चोद्दसहिंजोयणेहिं अबाहाए लोयंते पण्णत्ते । पंचमाए तिभागूणेहिं पण्णरसहिंजोयणेहिं अबाहाए लोयतेपण्णत्ते। छट्ठीए सतिभागेहिं पण्णरसहिंजोयणेहिँ अबाहाएलोयतेपण्णत्ते। सत्तमीए सोलसहि जोयणेहि अबाहाए लोयंते पण्णत्ते । एवं जावउत्तरिल्लाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાલુકાપ્રભા પૃથ્વીના પૂર્વ દિશાના ચરમાંતથી લોકાંત કેટલો દૂર છે? ઉત્તર- હે ગૌતમ! ત્રીજા ભાગ સહિત તેર યોજન દૂર લોકાંત છે. આ જ રીતે ચારે દિશાઓથી લોકાંતનું અંતર જાણવું.
આ જ રીતે બધી નરક પૃથ્વીઓની ચારે દિશાઓના લોકાંતના અંતર સંબંધિત પ્રશ્નો કરવા જોઈએ. પંકપ્રભાના ચરમાંતથી ચૌદ યોજન દૂર લોકાંત છે. પાંચમી ધૂમપ્રભાના ચરમાંતથી ત્રીજા ભાગ ન્યૂન પંદર યોજન દુર લોકાંત છે. છઠ્ઠી તમ:પ્રભાના ચરમાંતથી ત્રીજા ભાગ સહિત પંદર યોજન દૂર લોકાંત છે. સાતમી પૃથ્વીના ચરમાંતથી સોળ યોજન દૂર લોકાંત છે. આ જ રીતે ઉત્તર દિશાના ચરમાંત સુધી જાણવું જોઈએ. ઘનોદધિ આદિ વલય:| ३५ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए पुरथिमिल्ले चरिमंते कइविहे पण्णत्ते? गोयमा !तिविहे पण्णत्ते,तजहा-घणोदधिवलए, घणवायवलए, तणुवायवलए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના ચરમાતના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!ત્રણ પ્રકાર છે– ઘનોદવિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય. | ३६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए दाहिणिल्ले चरिमंते कइिविहे पण्णत्ते? गोयमा !तिविहे पण्णत्ते एवं जावउत्तरिल्ले, एवं सव्वासिं जाव अहेसत्तमाए उत्तरिल्ले। ભાવાર્થ - પ્રશ્ન – હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીની દક્ષિણ દિશાના ચરમાતના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ પ્રકાર છે– ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય.
આ જ રીતે ઉત્તર દિશાના ચરમાંત સુધી કહેવું જોઈએ. આ જ રીતે સાતમી પૃથ્વી સુધીની બધી પૃથ્વીઓના ઉત્તરી ચરમાંત સુધીના સર્વ ચરમાંતોના ત્રણ પ્રકાર કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નરક પૃથ્વીઓના ચરમાંતથી અલોકના અંતરને સમજાવ્યું છે. પ્રત્યેક પૃથ્વીના ત્રણે વલયના વિસ્તારનો સરવાળો કરતાં જેટલા યોજન થાય તેટલા યોજન દૂર