________________
પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧
અલોક રહે છે. જેમ કે– રત્નપ્રભા પૃથ્વીની ચોમેર સમશ્રેણીએ ઘનોદધિની પહોળાઈ યોજન, ઘનવાતની સાડા ચાર યોજન અને તનુવાતની દોઢ યોજનની છે. આ રીતે કુલ ૬+૪ + ૧ = ૧૨ યોજન થાય છે. રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના ચરમાંતથી અલોક બાર યોજન દૂર છે અર્થાત્ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વ દિશાના ચરમાંત અને અલોકના વચ્ચે બાર યોજનનું અંતર છે. આ જ રીતે રત્નપ્રભા પૃથ્વીના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરના ચરમાંતથી પણ બાર યોજન દૂર અલોક છે.
૧૯૯
શર્કરાપ્રભા પૃથ્વીની દિશાઓ અને વિદિશાઓના ચરમાન્તથી અલોક ત્રીજો ભાગ ન્યૂન તેર યોજન (૧૨ ૩ યોજન) દૂર છે. વાલુકાપ્રભાના દિશા, વિદિશાઓના ચરમાંતથી અલોક ત્રીજા ભાગ સહિત તેર યોજન (૧૩ ૩ યોજન) દૂર છે. પંકપ્રભા અને અલોકની વચ્ચે ૧૪ યોજનનું અંતર છે. ધૂમપ્રભા અને આલોકની વચ્ચે ત્રીજોભાગ ન્યૂન પંદર યોજન (૧૪ ૩ યોજન)નું અંતર છે. તમઃપ્રભા અને અલોકની વચ્ચે ત્રિભાગ સહિત પંદર યોજન (૧૫ ૩ યોજન) અને અધઃસપ્તમ પૃથ્વીના ચરમાંત અને અલોકની વચ્ચે સોળ યોજનનું અંતર છે.
ઘનોદધિ આદિ વલયોનો વિસ્તાર :
३७ इमीसे णं भंते! रयणप्पभाए पुढवीए घणोदधिवलए केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! छ जोयणाणि बाहल्लेणं पण्णत्ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિ વલયની જાડાઈ કેટલી છે ? ઉત્તર– હે
ગૌતમ ! છ યોજનની છે.
३८ सक्करप्पभाए पुढवीए घणोदधिवलए केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! सतिभागाइ छ जोयणाई बाहल्लेणं पण्णत्ते ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! શર્કરાપ્રભા પૃથ્વીના ઘનોદધિ વલયની જાડાઈ કેટલી છે ? ઉત્તર– હે ગૌતમ ! ત્રીજા ભાગ સહિત છ યોજનની (૬ ૩ યોજનની) જાડાઈ છે.
३९ वालुयप्पभाए पुढवीए घणोदधि वलए केवइयं बाहल्लेणं पण्णत्ते ? गोयमा ! तिभागूणाई सत्त जोयणाई बाहल्लेणं पण्णत्ते । एवं एएणं अभिलावेणं पंकप्पभाए सत्तजोयणाई बाहल्लेणं पण्णत्ते ।
धूमप्पभाए सतिभागाइं सत्तजोयणाइं पण्णत्ते । तमप्पभाए तिभागूणाइं अट्ठजोयणाइं। तमतमप्पभाए अट्ठजोयणाई ।
ભાવાર્થ :- પ્રશ્ન હે ભગવન્ વાલુકાપ્રભાના ઘનોદધિ વલયની જાડાઈ કેટલી છે ? ઉત્તર- હેગૌતમ ! ત્રીજો ભાગ ન્યૂન સાત (૬૩) યોજનની છે.
આ જ રીતે પંકપ્રભાના ઘનોદધિ વલયની જાડાઈ સાત યોજન, ધૂમપ્રભાની ત્રીજા ભાગ સહિત સાત (૭ ૩ ) યોજન, તમઃપ્રભાની ત્રીજો ભાગ ન્યૂન આઠ (૭ ૩)યોજન અને તમઃતમઃપ્રભાની આઠ યોજનની ઘનોદધિ વલયની જાડાઈ છે.
४० इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए घणवायवलए केवइयं बाहल्लेणं पण्णत्ते ?