________________
૧૯૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
एवंघणोदहिस्स वीसजोयणसहस्सबाहल्लस्स,घणवायस्स असंखेज्जजोयणसहस्स बाहल्लस्स । एवं जावओवासंतरस्स । जहा सक्करप्पभाएतहेव जावअहेसत्तमाए वि। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! એક લાખ બત્રીસ હજાર યોજનાની જાડાઈવાળી અને બુદ્ધિ દ્વારા પ્રતરાદિ રૂપમાં વિભક્ત શર્કરા પ્રભા પૃથ્વીમાં વર્ણાદિયુક્ત દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા યાવતુ પરસ્પર અવિભક્ત છે? ઉત્તર- હા, ગૌતમ ! છે.
આ જ રીતે વીસ હજાર યોજનની જાડાઈવાળા ઘનોદધિ, અસંખ્યાત હજાર યોજનની જાડાઈવાળા ઘનવાત, તનુવાત અને આકાશના વિષયમાં પણ જાણવું જોઈએ. શર્કરા પ્રભાની જેમ આ જ ક્રમથી સપ્તમ તમસ્તમા નરક પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં સાતે ય નરક પૃથ્વીઓમાં, રત્નપ્રભા પૃથ્વીના ત્રણે કાંડોમાં, ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશાંતરોમાં પુદ્ગલ દ્રવ્યોની સત્તાનું કથન છે.
રત્નપ્રભા આદિ પૃથ્વી પૌગલિક છે, તેથી તેના પ્રત્યેક વિભાગમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન યુક્ત પુદ્ગલ દ્રવ્ય હોય છે. તે પુદ્ગલ દ્રવ્યો અન્યોન્યબદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ, અન્યોન્ય અવગાઢ, અન્યોન્ય પ્રતિબદ્ધ અને અન્યોન્ય અવિભક્ત છે. કમળ પુષ્કા – તે દ્રવ્યો પરસ્પર સ્પષ્ટ છે, એક બીજાને સ્પર્શીને રહ્યા છે. મામઇળો દારૂં-જ્યાં એક દ્રવ્ય છે ત્યાં દેશથી અથવા સર્વથી બીજા દ્રવ્ય પણ રહેલા હોય છે. આ રીતે તે દ્રવ્યો પરસ્પર અવગાઢ છે. સામUદિપબિતાડું:- સ્નેહગુણના કારણે પરસ્પર મળેલા રહે છે, તેથી એકના ચલાયમાન થવાથી બીજા પણ ચલિત થાય છે અને એકને ગ્રહણ કરવાથી બીજા પણ ગ્રહણ થાય છે. તે દ્રવ્યો પરસ્પર પ્રતિબદ્ધ કહેવાય છે. અUUUUવડાપરિતિ-ક્ષીરનીરની જેમ એકબીજામાં પ્રગાઢરૂપે મળેલા અર્થાત્ સમ્મિલિત રૂપે રહ્યા છે. નરક પૃથ્વીનો આકાર:| २७ इमाणं भंते ! रयणप्पभा पुढवी किं संठिया पण्णत्ता? गोयमा !झल्लरि संठिया પત્તી |
ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીનો આકાર કેવો છે? ઉત્તર- હે ગૌતમ! ઝાલર (ખંજરી)ના આકાર જેવો છે. | २८ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए खरकंडे किं संठिए पण्णत्ते? गोयमा ! झल्लरिसंठिए पण्णत्ते। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડનો આકાર કેવો છે? ઉત્તર-હે ગૌતમ! ખંજરીના આકાર જેવો છે.