________________
પ્રતિપત્તિ-૩ : નૈરયિક ઉદ્દેશક–૧
૧૯૫
વૃત્ત (લાડવાની જેમ ગોળ)ત્રિકોણ, ચતુષ્કોણ અને આયત દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા, પરસ્પર સ્પર્શાયેલા, પરસ્પર અવગાઢ, પરસ્પર સ્નિગ્ધતા દ્વારા પ્રતિબંધિત, પરસ્પર ક્ષીર-નીરની જેમ સમુદાયપણાથી સાથે રહેલા અવિભક્ત છે ? ઉત્તર- હા, ગૌતમ ! તેમ છે.
२२ इमीणं भंते! रयणप्पभाएपुढवीए खरकंडस्स सोलसजोयणसहस्स - बाहल्लस्स खेत्तच्छेएणं छिज्जमाणस्स अत्थि दव्वाइं वण्णओ काल जावपरिणयाई ? गोयमा ! हंता અત્યિ
ભાવાર્થ:- પ્રશ્ન—હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના સોળ હજાર યોજનની જાડાઈવાળા અનેક્ષેત્ર વિભાગની અપેક્ષાએ વિભક્ત ખરકાંડમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનરૂપમાં પરિણત દ્રવ્યો શું પરસ્પર બંધાયેલા યાવત્ પરસ્પર અવિભક્ત છે ? ઉત્તર- હા, ગૌતમ ! તે જ પ્રમાણે કછે.
२३ इमी णं भंते ! रयणप्पभाए पुढवीए रयणणामगस्स कंडस्स जोयणसहस्सबाहल्लस्स खेत्तच्छेएणं छिज्जमाणस्स अत्थि दव्वाइं वण्णओ काल जाव परिणयाइ ? गोयमा ! तं चेव जाव हंता अत्थि । एवं जावरिट्ठस्स ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના એક હજાર યોજનની જાડાઈવાળા અને ક્ષેત્ર વિભાગની અપેક્ષાએ બુદ્ધિ દ્વારા પ્રતરાદિ રૂપમાં વિભક્ત રત્ન નામના કાંડમાં શું ઉપરોક્ત વર્ણાદિયુક્ત પરિણત દ્રવ્યો યાવત્ તે પરસ્પર અવિભક્ત છે? ઉત્તર- હા, ગૌતમ ! તે જ પ્રમાણે છે. આ જ રીતે રિષ્ટ નામના સોળમાં ખરકાંડ સુધી જાણવું જોઈએ.
२४ इमी णं भंते! रयणप्पभाएपुढवीए पंकबहुलस्स कंडस्स चउरासीइ जोयणसहस्सबाहल्लस्स खेत्तच्छेएण छिज्जमाणस्स तं चेव । एवं आव बहुलस्स वि असीइजोयण
सहस्सबाहल्लस्स । ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના ચોરાસી હજાર યોજનની જાડાઈવાળા અને બુદ્ધિ દ્વારા પ્રતરાદિ રૂપમાં વિભક્ત પંકબહુલ કાંડમાં શું પૂર્વવર્ણિત દ્રવ્યો છે ?ઉત્તર– હા, ગૌતમ ! છે.
આ પ્રમાણે એંસી હજાર યોજનની જાડાઈવાળા અઘ્ધહુલ કાંડમાં પણ ઉપરોક્ત વર્ણાદિયુક્ત દ્રવ્યો છે. २५ इमीसे णं भंते ! रयणप्पभापुढवीए घणोदधिस्स वीसं जोयणसहस्स - बाहल्लस्स खेत्तच्छेएणं तहेव पुच्छा ? गोयमा ! हंता अत्थि । एवं घणवायस्स असंखेज्जजोयणसहस्सबाहल्लस्स तहेव । तणुवायस्स, ओवासंतरस्स वि तं चेव ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વીના વીસ હજાર યોજનની જાડાઈવાળા અને બુદ્ધિ દ્વારા વિભક્ત ઘનોદધિમાં ઉપરોક્ત વર્ણાદિયુક્ત દ્રવ્યો છે? ઉત્તર- હા ગૌતમ ! છે. આ જ પ્રમાણે અસંખ્યાત હજાર યોજનની જાડાઈવાળા ઘનવાત, તનુવાતમાં તથા શુદ્ઘ આકાશમાં પણ વર્ણાદિયુક્ત દ્રવ્યો છે.
२६ सक्रप्पभाणं भंते ! पुढवीए बत्तीसुत्तरजोयणसयसहस्सबाहल्लाए खेत्तच्छेएण छिज्जमाणीए अत्थि दव्वाइं वण्णओ जावघडत्ताए चिट्ठति ? गोयमा ! हंता अत्थि ।