________________
[ ૧૮૨ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
વાળો ભૂમિભાગ રત્નકાંડ, વજ (હીરા)ની પ્રધાનતાવાળો ભૂમિભાગ વજકાંડ, વૈર્ય રત્નની પ્રધાનતાવાળો ભૂમિભાગ વૈર્યકાંડ, આ રીતે ૧૬ જાતિના રત્નોની પ્રધાનતાવાળા ભૂમિભાગ ક્રમશઃ તે તે નામથી કાંડરૂપે પ્રસિદ્ધ છે. તે પ્રત્યેક વિભાગ ૧000 યોજનની જાડાઈવાળા છે. પકબહલ કાંડઃ- કીચડની પ્રધાનતાવાળો ભૂમિ ભાગ પંકબહુલ કાંડ કહેવાય છે. તે ૮૪,000 યોજન જાડાઈવાળો છે. અબહલ કાંડઃ- પાણીની પ્રધાનતાવાળો ભૂમિ ભાગ અમ્બહુલ કાંડ કહેવાય છે. તે ૮0,000 યોજન જાડાઈવાળો છે. આ રીતે ત્રણે કાંડ મળીને ૧૬૦૦૦+૮૪,૦૦૦+૮૦,૦૦૦=૧,૮૦,000 યોજન રત્નપ્રભા પૃથ્વીની જાડાઈ થાય છે.
આ રીતે રત્નપ્રભા નામની પ્રથમ નરક પૃથ્વીના ત્રણ વિભાગ અને ત્રણેની વિશેષતા છે. શર્કરા પ્રભા આદિ શેષ છએ નરક પૃથ્વીઓમાં એક પણ વિભાગ નથી. તે સર્વે ય એક જ પ્રકારની છે. નરકાવાસોની સંખ્યા - | ११ इमीसेणं भते! रयणप्पभाए पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता? गोयमा !तीसणिरयावाससयसहस्सा पण्णत्ता, एवं एएणं अभिलावेण सव्वासिं पुच्छा, इमा गाहा अणुगंतव्वा
तीसा य पण्णवीसा, पण्णरस दसेव तिण्णि य हवति ।
पचूण सयसहस्स, पचेव अणुत्तरा णरगा ॥१॥ जावअहेसत्तमाएपंच अणुत्तरा महइमहालया महाणरगापण्णत्ता,तंजहा-काले, महाकाले, रोरुए, महारोरुए, अपइट्ठाणे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે ? ઉત્તર- હે ગૌતમ! ત્રીસ લાખ નરકાવાસ છે. આ જ રીતે સાતે નરકના નરકાવાસ વિષયક પૃચ્છા કરવી. આ ગાથા અનુસાર સાતે ય નરકોમાં નરકાવાસાની સંખ્યા જાણવી જોઈએ.
ગાથાર્થ– પ્રથમ નરક પૃથ્વીમાં ત્રીસ લાખ, બીજી નરક પૃથ્વીમાં પચીસ લાખ, ત્રીજી નરક પૃથ્વીમાં પંદર લાખ, ચોથી નરક પૃથ્વીમાં દશ લાખ, પાંચમી નરક પૃથ્વીમાં ત્રણ લાખ, છઠ્ઠી નરક પૃથ્વીમાં પાંચ ન્યૂન એક લાખ અને સાતમી નરક પૃથ્વીમાં પાંચ અનુત્તર નરકાવાસા છે.
સાતમી નરક પૃથ્વીમાં પાંચ અનુત્તર–અત્યંત મોટા, મહાન, મહા નરકાવાસા છે, જેમ કે– (૧) કાળ (૨) મહાકાળ (૩) રૌરવ (૪) મહારૌરવ (૫) અપ્રતિષ્ઠાન. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રત્યેક નરક પૃથ્વીમાં નરકાવાસોની સંખ્યાનું પ્રતિપાદન છે.
પ્રત્યેક નરક પૃથ્વીઓમાં નિશ્ચિત સંખ્યામાં પ્રસ્તટ(પાથડા) છે અને તે પ્રસ્તોની વચ્ચે આંતરા છે. પ્રસ્તટોમાં જ નારકીઓના નરકાવાસા છે.