________________
| ૧૭૬ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
૧000-1000 યોજનને છોડીને વચ્ચેના મધ્યભાગમાં પાથડા(પ્રસ્તટ) અને આંતરા છે. પ્રથમ નરકમૃથ્વીમાં ૧૩ પાથડા અને ૧૨ આંતરા છે. બીજી નરક પૃથ્વીમાં ૧૧ પાથડા અને ૧૦આંતરા, ત્રીજી નરક પૃથ્વીમાં ૯ પાથડા અને ૮ આંતરા, ચોથી નરક પૃથ્વીમાં ૭ પાથડા અને ૬ આંતરા, પાંચમી નરક પૃથ્વીમાં ૫ પાથડા અને ૪ આંતરા, છઠ્ઠી નરક પૃથ્વીમાં ૩ પાથડા અને ૨ આંતરા, સાતમી નરક પૃથ્વીમાં એક જ પાથડો છે.
પાથડામાં નરકાવાસ છે અને તેમાં નારકી જીવો રહે છે. પ્રથમ નરકના બારમાંથી દશ આંતરામાં દશ ભવનપતિ દેવોના ભવનાવાસ છે. શેષ છ એ પૃથ્વીના આંતરા ખાલી છે.
સાતે નરક પૃથ્વીઓમાં ક્રમશઃ ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૯૯,૯૯૫ અને સાતમી નરક પૃથ્વીમાં ૫ નરકાવાસ છે. કુલ મળીને ૮૪ લાખ નરકાવાસ છે. ઘનોદધિ આદિ વલયો - પ્રત્યેક નરકના પૃથ્વીપિંડની ચારે બાજુ ઘનોદધિ, ઘનવાન અને તનુવાતના વલયો છે. તે પૃથ્વીપિંડની ચારેબાજુ ફરતે હોવાથી તેનો આકાર વલય જેવો ગોળ થઈ જાય છે, તેથી તેને ઘનોદધિ વલય, ઘનવાત વલય અને તનુવાત વલય કહે છે. નરક પૃથ્વીના આ ત્રણે વલયોની ઊંચાઈ નરકના પૃથ્વીપિંડ પ્રમાણે છે અને ત્રણેની જાડાઈ ભિન્ન-ભિન્ન છે, જે સૂત્ર પાઠમાં સ્પષ્ટ કરેલ છે.
આ ઘનોદધિ, ઘનવાન અને તનુવાત વલય ક્રમશઃ એક પછી એક છે. પૃથ્વીપિંડને સ્પર્શતું ઘનોદધિ વલય છે, ઘનોદધિ વલયને સ્પર્શતું ઘનવાત વલય છે અને ઘનવાત વલયને સ્પેશતું તનુવાત વલય છે. ઘનોદધિ આદિ ત્રણે વલયો અન્યોન્યબદ્ધ, અન્યોન્ય સ્પષ્ટ અને અન્યોન્ય અવિભક્ત છે. તેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ આઠ સ્પર્શ અને પાંચ સંસ્થાન યુક્ત પુગલ દ્રવ્યો છે.
આ લોકના સર્વ જીવોએ ક્રમશઃ સાતે નરકમાં જન્મ-મરણ કર્યા છે, કારણ કે સંસાર અનાદિ છે. જીવોના જન્મ-મરણ પણ અનાદિકાલીન છે. તે જ રીતે આ લોકના સર્વ પુગલ દ્રવ્યો પણ ક્રમશઃ સાતે નરક પૃથ્વી આદિ રૂપે પરિણત થયા છે.
સાતે નરક પૃથ્વીઓ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને વર્ણાદિ પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે. આ રીતે નૈરયિક જીવોના સ્થાન રૂપ નરક પૃથ્વીઓનું વર્ણન કરતો આ ઉદ્દેશક પૂર્ણ થાય છે.
ના
9