________________
પ્રતિપત્તિ-૩: નૈયિક ઉદ્દેશક-૧
[ ૧૩૫ ]
ત્રીજી પ્રતિપત્તિ નૈરરિક ઉદ્દેશક - ૧
| સંક્ષિપ્ત સાર શાક
આ પ્રતિપત્તિમાં સંસારી જીવોના ચાર પ્રકારનું વિસ્તૃત વર્ણન છે. પ્રથમ ઉદ્દેશકમાંનૈરયિક જીવોના નિવાસ સ્થાન રૂપ નરક પૃથ્વીઓના નામ, ગોત્ર, પરિમાણ, નરકાવાસોની સંખ્યા, નરક પૃથ્વીથી લોકાંતનું અંતર, ઘનોદધિ આદિવલયોનું પ્રમાણ, સર્વ જીવોનો નરક પૃથ્વીમાં ઉપપાત વગેરે વિષયોનું પ્રતિપાદન છે. નામ-ગોત્ર :- અધોલોકમાં સાત નરક પૃથ્વીઓ ક્રમશઃ નીચે નીચે આવેલી છે. તેના નામ ધમ્મા, વંશા, શેલા, અંજના, રિષ્ટા, મઘા અને માઘવતી છે. તેના ગોત્રના નામ ક્રમશઃ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ પ્રભા અને તમસ્તમઃ પ્રભા છે. નરક પૃથ્વીઓની પ્રસિદ્ધિ તેના ગોત્રના નામથી જ થઈ છે. તેના ગોત્રના નામ ગુણનિષ્પન્ન છે. યથા- રત્નની પ્રચુરતા હોવાથી પ્રથમ પૃથ્વીનું ગોત્ર રત્નપ્રભા છે. નરક પૃથ્વીનું પરિમાણ:- સાતે નરક પૃથ્વીઓની લંબાઈ, પહોળાઈક્રમશઃ વધતી જાય છે અને ઊંચાઇજાડાઈ ક્રમશઃ ઘટતી જાય છે. જેમ કે- પ્રથમ પૃથ્વી એક રજજુ લાંબી, પહોળી છે. બીજી પૃથ્વી બે રજુ લાંબી, પહોળી છે. આ રીતે સાતમી નરક પૃથ્વી સાત રજજુ લાંબી-પહોળી છે. તે પૃથ્વીઓની ઊંચાઈ-જાડાઈ ક્રમશઃ ૧,૮૦,૦૦૦; ૧,૩૨,000;૧,૨૮,000; ૧,૨૦,૦૦૦; ૧,૧૮,000; ૧,૧૬,૦૦૦ અને ૧,૦૮,૦૦૦ યોજન છે. ૧,૮૦,000 યોજન જાડાઈવાળી પ્રથમ નરક પૃથ્વીની નીચે ૨૦,૦૦૦ યોજનની જાડાઈમાં ઘનોદધિ છે. તેની નીચે અસંખ્યાત યોજનની જાડાઈમાં ઘનવાત છે ત્યાર પછી તેની નીચે અસંખ્યાત યોજનની જાડાઈમાં તનુવાત અને ત્યાર પછી તેની નીચે અસંખ્યાત યોજનની જાડાઈમાં આકાશ દ્રવ્ય છે. ત્યાર પછી બીજી નરક પૃથ્વી શરૂ થાય છે– તેની જાડાઈ ૧,૩૨,000 યોજનની છે, તેની નીચે ૨૦,૦૦૦ યોજનમાં ઘનોદધિ છે, ત્યાર પછી નીચે-નીચે ક્રમશઃ અસંખ્યાત હજાર યોજન વિસ્તૃત ઘનવાત, તનુવાત અને આકાશ છે. આ પ્રકારે સાતે નરક પથ્વીઓની નીચે ક્રમશઃ ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશ છે. આ વર્ણનથી સ્પષ્ટ થાય છે કે સાતે નરક પૃથ્વીઓ ઘનોદધિ ઉપર સ્થિત છે. નરક પૃથ્વીઓના વિભાગ - પ્રથમ પૃથ્વીના ત્રણ વિભાગ છે– (૧) બરકાંડ (૨) પંકબહુલ કાંડ (૩) અમ્બહુલકાંડ. પ્રથમ બરકાંડ ૧૬000 યોજન વિસ્તૃત છે, તેના એક-એક હજાર યોજનના ૧૬ વિભાગ છે, તે વિભાગો ક્રમશઃ ૧૬ જાતિના રત્નમય છે. તે રત્નના નામાનુસાર તેના નામ છે– રત્નકાંડ, વજકાંડ, વૈર્યકાંડ વગેરે.
ત્યાર પછી પંકબહલ કાંડ કીચડની પ્રચરતાવાળો ભૂમિ ભાગ છે. તે ૮૪,000 યોજન વિસ્તત છે અને ત્યાર પછી અબહુલકાંડ પાણીની પ્રચુરતાવાળો ભૂમિ ભાગ છે. તે ૮૦,૦૦૦ યોજનવિસ્તૃત છે.
આ રીતે ત્રણ કાંડયુક્ત રત્નપ્રભા પૃથ્વીની કુલ જાડાઈ ૧૬,૦૦૦+૮૪,૦૦૦+૮૦,000= ૧,૮૦,000 યોજન થાય છે. શર્કરાપ્રભા આદિ અન્ય પૃથ્વીઓમાં કોઈ વિભાગ નથી. નરકાવાસ :- નારકી જીવોના આવાસને નરકાવાસ કહે છે. પ્રત્યેક નરક પૃથ્વીપિંડના ઉપર અને નીચે