________________
૧૭૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
ઇત્યાદિ સ્ત્રી પ્રકરણમાં જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે અહીં કહેવું જોઈએ. આ પ્રમાણે પુરુષ અને નપુંસકોની પણ સ્થિતિ આદિનું કથન પૂર્વવત્ સમજવું જોઈએ. ત્રણેની સંચિટ્ટણા (કાયસ્થિતિ) અને ત્રણેનું અંતર પણ પૂર્વવત્ જાણવું જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં સૂત્રકારે સ્ત્રી, પુરુષ અને નપુંસકની ભવસ્થિતિ, કાયસ્થિતિ અને અંતરનું અતિદેશાત્મક કથન કર્યું છે. જેનું વિસ્તૃત કથન પૂર્વમાં થઈ ગયું છે. સ્ત્રીઓની પુરુષોથી અધિકતા :१२५ तिरिक्खजोणिय इत्थियाओतिरिक्खजोणियपुरिसेहितो तिगुणाओ तिरूवाहियाओ, मणुस्सित्थियाओ मणुस्सपुरिसेहिंतो सत्तावीसइगुणाओ सत्तावीसइरूवाहियाओ, देवित्थियाओ देवपुरिसेहितो बत्तीसइगुणाओ बत्तीसइरूवाहियाओ । से तंतिविहा संसारसमावण्णगा जीवा पण्णत्ता।
तिविहेसु होइ भेयो, ठिई य संचिट्ठणंतरप्पबहु ।
वेदाण य बंधठिई,वेओ तह किंपगारोउ॥१॥ ભાવાર્થ – તિર્યંચ સ્ત્રીઓ, તિર્યંચયોનિક પુરુષોથી ઉત્કૃષ્ટ પણે ત્રણ ગુણી અને ત્રણ અધિક હોય છે. મનુષ્ય સ્ત્રીઓ, મનુષ્ય પુરુષોથી ઉત્કૃષ્ટ પણે સત્તાવીસ ગુણી અને સત્તાવીસ અધિક હોય છે. દેવ સ્ત્રીઓ, દેવપુરુષોથી ઉત્કૃષ્ટપણે બત્રીસ ગુણી અને બત્રીસ અધિક હોય છે. આ અલ્પબદુત્વનું પ્રમાણ, ઉત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ છે.
આ પ્રમાણે સંસાર સમાપન્ન જીવ ત્રણ પ્રકારના છે, તેનું પ્રતિપાદન પૂર્ણ થયું. ગાથાર્થ-ત્રણ વેદ રૂપ બીજી પ્રતિપત્તિમાં જીવના ત્રણ ભેદ, સ્થિતિ, સંચિટ્ટણા-કાયસ્થિતિ, અંતર અને અલ્પબદુત્વ, વેદની બંધ સ્થિતિ તથા વેદનું સ્વરૂપ વગેરે વિષયોનું વર્ણન છે. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં સ્વજાતિમાં પુરુષો અને સ્ત્રીઓની ન્યૂનાધિકતાનું કથન છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે અને ગાથામાં પૂર્વવર્ણિત સર્વ વિષયોને સંક્ષેપમાં સંગ્રહિત કર્યા છે.
તિર્યંચયોનિની સ્ત્રીઓ તિર્યંચ પુરુષોથી ત્રણ ગુણી અને ત્રણ અધિક છે, ઇત્યાદિ આ પ્રકારની નિશ્ચિત સંખ્યાનું કથન ઉત્કૃષ્ટતમ સંખ્યાની અપેક્ષાએ હોય છે. લોકમાં જ્યારે સ્ત્રીઓ અને પુરુષોની ઉત્કૃષ્ટ સંખ્યા હોય, ત્યારે જ સૂત્રોક્ત તફાવત ઘટિત થાય છે. જ્યારે સ્ત્રીઓ અને પુરુષોની જઘન્ય કે મધ્યમ સંખ્યા હોય, ત્યારે તેના અનેક વિકલ્પો થાય છે, તેનું ચોક્કસ પ્રમાણ નિશ્ચિત થઈ શકતું નથી. સૂત્રોમાં જ્યાં પણ અલ્પબદુત્વનું કથન છે તે ઉત્કૃષ્ટ સંખ્યાની અપેક્ષાએ છે તેમ સમજવું.
II બીજી પ્રતિપત્તિ સંપૂર્ણ