________________
પ્રતિપત્તિ-૨
[ ૧૭૩ ]
(૪૨) તેનાથી ખેચર તિર્યંચ પુરુષો અસંખ્યાતગુણા છે. (૪૩) તેનાથી ખેચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૪૪) તેનાથી સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતગુણા છે. (૪૫) તેનાથી સ્થલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. (૪૬) તેનાથી જલચર તિર્યંચ પુરુષો સખ્યાતગુણા છે, (૪૭) તેનાથી જલચર તિર્યંચ સ્ત્રીઓ સંખ્યાતગુણી છે,
(૪૮) તેનાથી વાણવ્યંતર દેવો સંખ્યાતગુણા છે, (૪૯) તેનાથી વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગુણી છે, (૫૦) તેનાથી જ્યોતિષી દેવો સંખ્યાતણા છે, (૫૧) તેનાથી જ્યોતિષી દેવીઓ સંખ્યાતગુણી છે, (પર) તેનાથી ખેચર પંચેન્દ્રિય નપુંસકો સંખ્યાતગુણા છે, (૫૩) તેનાથી સ્થલચર તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે, (૫૪) તેનાથી જલચર તિર્યંચ નપુંસકો સંખ્યાતગુણા છે,
(૫૫) તેનાથી ચૌરેન્દ્રિય નપુંસકો વિશેષાધિક છે, (પ) તેનાથી તે ઇન્દ્રિય નપુંસકો વિશેષાધિક છે, (૫૭) તેનાથી બે ઇન્દ્રિય નપુંસકો વિશેષાધિક છે. (૫૮) તેનાથી તેજસકાયના એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૫૯) તેનાથી પૃથ્વીકાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (0) તેનાથી અપ્લાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૬૧) તેનાથી વાયુકાયના એકેન્દ્રિય તિર્યંચ નપુંસકો વિશેષાધિક છે, (૨) તેનાથી વનસ્પતિકાયના એકેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો અનંતગુણા છે, વિવેચનઃ
- પ્રસ્તુત સૂત્રોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકોનું ભિન્ન-ભિન્ન વિવક્ષાથી નવ પ્રકારે અલ્પબદુત્વ સ્પષ્ટ કર્યા છે. (૧) સામાન્ય રીતે સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિવક્ષાથી, (૨) તિર્યંચ સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિવક્ષાથી, (૩) મનુષ્ય સ્ત્રી, પુરુષ અને નપુંસકની વિવક્ષાથી, (૪) દેવ, દેવી અને નૈરયિક નપુંસકની વિવક્ષાથી, દેવગતિમાં નપુંસકો હોતા નથી, નૈરયિક નપુંસક જ હોય છે તેથી સૂત્રકારે દેવ અને નરકગતિનું સાથે કથન કર્યું છે. (૫) ચારે ગતિના સ્ત્રી, પુરુષ અને નપુંસકોની વિવક્ષાથી, (૬) તિર્યંચના ભેદ-પ્રભેદ સહિત સ્ત્રી, પુરુષ અને નપુંસકોની વિવક્ષાથી, (૭) મનુષ્યના ભેદ-પ્રભેદ સહિત સ્ત્રી, પુરુષ અને નપુંસકોની વિચક્ષાથી, (૮) દેવ અને નૈરયિક ભેદ સહિત સ્ત્રી, પુરુષ અને નપુંસકોની વિવક્ષાથી, (૯) ચારે ગતિના જીવોના ભેદ-પ્રભેદ સહિત સ્ત્રી, પુરુષ અને નપુંસકોના સર્વ બોલોની સમ્મિલિત વિવક્ષાથી અલ્પબહુત્વ છે. આ સર્વ પ્રકારના અલ્પબદુત્વ ભાવાર્થથી સ્પષ્ટ છે.
સ્ત્રી, પુરુષ અને નપુંસકોની સમુચ્ચ સ્થિતિ:१२४ इत्थीणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! एगेणं आएसेणं, एवं जहा पुव्वि भणियं, एवं पुरिसस्स वि णपुंसगस्स वि । संचिट्ठणा पुणरवि तिण्हपि जहा पुट्विं भणिया, अंतर पि तिण्ह पि जहा पुट्वि भणियंतहा णेयव्वं । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીઓની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! એક અપેક્ષાથી