________________
[ ૧૭ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ સ્ત્રીમાં– જલચરી, સ્થલચરી અને ખેચરી; તિર્યંચયોનિક પુરુષમાં જલચર, સ્થલચર, ખેચર; તિર્યંચ નપુંસકમાં- એકેન્દ્રિય તિર્યંચ નપુંસકમાં– પૃથ્વીકાયિક એકેન્દ્રિયતિર્યંચ નપુંસક, અષ્કાય એકેન્દ્રિય તિર્યંચ નપુંસક યાવતુ વનસ્પતિકાય એકેન્દ્રિયતિર્યંચ નપુંસક; બેઇન્દ્રિય તિર્યંચ નપુંસક, તે ઇન્દ્રિયતિર્યંચ નપુંસક, ચૌરેન્દ્રિય તિર્યંચ નપુંસક, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકમાંજલચર, સ્થલચર, ખેચર નપુંસક, મનુષ્યસ્ત્રીમાં- કર્મભૂમિની, અકર્મભૂમિની, અંતરદ્વીપની સ્ત્રી, મનુષ્ય પુરુષમાં– કર્મભૂમિના, અકર્મભૂમિના અંતરદ્વીપોના; મનુષ્ય નપુંસકમાં-કર્મભૂમિના, અકર્મભૂમિના, અંતરદ્વીપોના નપુંસક દેવસ્ત્રીમાં– ભવનપતિ દેવી, વ્યંતર દેવી, જ્યોતિષી દેવી, વૈમાનિક દેવી; દેવ-ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવમાં– સૌધર્મ કલ્પ યાવત રૈવેયક, અનુત્તરોપપાતિક દેવ, નૈરયિક નપુંસકમાં- રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક યાવતું અધઃસપ્તમ પૃથ્વી નૈરયિક નપુંસક, આ સર્વ સ્ત્રી, પુરુષ અને નપુંસકોમાં કોણ, કોનાથી, અલ્પ, બહુ, તુલ્ય અથવા વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) અંતરદ્વીપ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો બંને પરસ્પર તુલ્ય અને સર્વથી થોડા છે. (૨) તેનાથી દેવક-ઉત્તરકુરુ અકર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ અને પુરુષો બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે, (૩) તેનાથી હરિવર્ષ-રમ્યફવર્ષ અકર્મભૂમિની મનુષ્યસ્ત્રીઓ અને મનુષ્ય પુરુષો બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે. (૪) તેનાથી હેમવય-હરણ્યવય અકર્મભૂમિની સ્ત્રીઓ અને પુરુષો બંને પરસ્પર તુલ્ય અને સંખ્યાતગુણા છે, (૫) તેનાથી ભરત-ઐરવત આ બંને કર્મભૂમિના મનુષ્ય પુરુષો સંખ્યાતગુણા છે, (૬) તેનાથી ભરત-ઐરવત આ બે કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, (૭) તેનાથી પૂર્વવિદેહ-અપર વિદેહ આ બે કર્મભૂમિના મનુષ્ય પુરુષો સંખ્યાત ગુણા છે. (૮) તેનાથી પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ આ બંને કર્મભૂમિની મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે.
(૯) તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાતગુણા છે. (૧૦–૧૬) તેનાથી ઉપરિમ રૈવેયક દેવો સંખ્યાતગુણા છે. યાવત્ આનતકલ્પ સુધીના દેવો ક્રમશઃ સંખ્યાતગુણા છે. (૧૭) તેનાથી અધઃસપ્તમપૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૧૮) તેનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે, (૧૯) તેનાથી સહસાર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, (૨૦) તેનાથી મહાશુક્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે, (૨૧) તેનાથી પાંચમી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતણા છે. (રર) તેનાથી લાંતક કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. (૨૩) તેનાથી ચોથી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે (૨૪) તેનાથી બ્રહ્મ દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે. (૨૫) તેનાથી ત્રીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. (૨૬) તેનાથી માહેન્દ્ર કલ્પના દેવો અસંખ્યાતગુણા છે. (૨૭) તેનાથી સનસ્કુમારે કલ્પના દેવો અસંખ્યાતગુણા છે.
| (૨૮) તેનાથી બીજી નરક પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે. (૨૯) તેનાથી અંતરદ્વીપ નામની અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો અસંખ્યાતગુણા છે. (૩૦-૩૪) તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુ આદિ અકર્મભૂમિના મનુષ્ય નપુંસકો યાવત્ વિદેહ ક્ષેત્ર સુધીના મનુષ્ય નપુંસકો ક્રમશઃ સંખ્યાતગુણા છે, (૩૫) તેનાથી ઈશાનકલ્પના દેવો અસંખ્યાતણા છે. (૩૬) તેનાથી ઈશાનકલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે.(૩૭) તેનાથી સૌધર્મકલ્પના દેવો સંખ્યાતગુણા છે. (૩૮) તેનાથી સૌધર્મકલ્પની દેવીઓ સંખ્યાતગુણી છે. (૩૯) તેનાથી ભવનવાસી દેવો અસંખ્યાતગુણા છે. (૪૦) તેનાથી ભવનવાસી દેવીઓ સંખ્યાતગુણી છે. (૪૧) તેનાથી રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક નપુંસકો અસંખ્યાતગુણા છે.