________________
(પ્રતિપત્તિ-૩: નૈરયિક ઉદ્દેશક-૧
૧૭૭
+ ચતુર્વિધ ત્રીજી પ્રતિપત્તિ |
નૈરયિક ઉદેશક - ૧ zzzzzzzzzzzzz/
સંસાર સમાપત્રક જીવના ચાર પ્રકાર:| १ तत्थ जेतेएवमाहंसु"चउव्विहा संसारसमावण्णगा जीवा पण्णत्ता"तेएवमाहंसु, तंजहा-णेरइया, तिरिक्खजोणिया, मणुस्सा, देवा। ભાવાર્થ :- નવ પ્રતિપત્તિમાંથી ત્રીજી પ્રતિપત્તિ અનુસાર જે ચાર પ્રકારના સંસાર સમાપન્નક જીવોનું કથન છે, તે આ પ્રમાણે છે કે સંસારી જીવોના ચાર પ્રકાર છે– નારકી, તિર્યચ, મનુષ્ય અને દેવ.
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં ગતિની અપેક્ષાએ સંસારી જીવોના ચાર ભેદ કહ્યા છે.
પ્રથમ પ્રતિપત્તિ સૂત્ર–૧૧ માં બે પ્રકારના જીવો અને બીજી પ્રતિપત્તિ સૂત્ર-૧ માં ત્રણ પ્રકારના જીવોનું વિધાન છે. તે જ ક્રમાનુસાર આ ત્રીજી પ્રતિપત્તિના આ પ્રથમ સૂત્રમાં સંસાર પરિભ્રમણના સ્થાન રૂપ ચાર ગતિની અપેક્ષાએ સંસારી જીવોના ચાર ભેદનું વર્ણન છે. નૈરયિકોના ભેદઃ
२ सेकिंतंभंते !णेरइया ? गोयमा !णेरइया सत्तविहा पण्णत्ता,तंज़हा- पढमापुढविणेरड्या,दोच्चापुढविणेरइया,तच्चापुढविणेरड्या,चउत्थापुढविणेरइया,पंचमापुढविणेरड्या, छट्ठापुढविणेरइया,सत्तमा पुढविणेरइया। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નારકીઓના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! નારકીઓના સાત પ્રકાર છે, જેમ કે પ્રથમ નરક પૃથ્વીના નારકી, બીજી નરક પૃથ્વીના નારકી, ત્રીજી નરક પૃથ્વીના નારકી, ચોથી નરક પૃથ્વીના નારકી, પાંચમી નરક પૃથ્વીના નારકી, છઠ્ઠી નરક પૃથ્વીના નારકી અને સાતમી નરક પૃથ્વીના નારકી.
વિવેચન :
ક્ષેત્રની અપેક્ષાએ નારકીઓના સાત ભેદ છે. નરક ભૂમિઓ સાત છે. તેમાં પ્રથમ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થયેલા નારકીઓ પ્રથમ પૃથ્વીના નારકી કહેવાય છે. આ રીતે સાતે નરકમાં ઉત્પન્ન નારકીઓ તે તે નરકના નારકી કહેવાય છે.