________________
[ ૧૫૮ ]
શ્રી જીવાજીવાભિગમ સત્ર
जम्मणं पडुच्च जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणंवणस्सइकालो। संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो एवं जावअंतरदीवग त्ति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિના મનુષ્ય નપુંસકનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર-હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટવનસ્પતિકાલ પ્રમાણ અને સહરણની અપેક્ષાએ પણ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પ્રમાણ અંતર હોય છે. આ જ પ્રમાણે અંતરદ્વીપના નપુંસક સુધીનું અંતર કહેવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નપુંસકોના અંતરનું પ્રતિપાદન છે. સમુચ્ચય નપુંસકનું અંતર :- નપુંસક અવસ્થાને પ્રાપ્ત થયેલો જીવ, તે અવસ્થા છોડીને પુનઃ નપુંસક અવસ્થાને પ્રાપ્ત કરે તે કાલમર્યાદા નપુંસકનું અંતર કહેવાય છે. જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કંઈક અધિક અનેક સો સાગરોપમ પ્રમાણ નપુંસકનું અંતર છે.
જઘન્ય- પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની હોવાથી નપુંસકનું અંતર અંતર્મુહૂર્તનું થાય છે. જેમ કે– કોઈ જીવ નપુંસક અવસ્થાને છોડીને સ્ત્રી કે પુરુષપણે જન્મ ધારણ કરી, અંતર્મુહૂર્તનું આયુષ્ય ભોગવી પુનઃ નપુંસકપણે જન્મ ધારણ કરે તો અંતર્મુહૂર્તનું જઘન્ય અંતર થાય છે ઉત્કૃષ્ટ– કોઈ જીવ નપુંસકપણાને છોડીને સ્ત્રી કે પુરુષપણે સંસાર પરિભ્રમણ કરે, પુરુષની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કંઈક અધિક અનેક સો સાગરોપમની હોવાથી તેટલો કાલ પુરુષ કે સ્ત્રીપણે રહે ત્યાર પછી તે જીવ અવશ્ય નપુંસકપણાને પ્રાપ્ત કરે છે. તેથી સમુચ્ચય નપુંસકનું ઉત્કૃષ્ટ અંતર સાધિક અનેક સો સાગરોપમનું થાય છે. નારક નપુંસકનું અંતર :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. જેમ કે કોઈ જીવ નરકમાંથી નીકળીને સંજ્ઞી તિર્યચપણે અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત ઉત્પન્ન થાય અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ નરકમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને તે જીવ અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરીને નરકમાં ઉત્પન થાય તો વનસ્પતિકાલ- અનંતકાલનું અંતર થાય છે. તિર્યંચ નપુંસકનું અંતર – સમુચ્ચય નપુંસકની સમાન જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સાધિક અનેક સો સાગરોપમનું અંતર થાય છે. તિર્યંચ સિવાયની ગતિમાં અર્થાત્ નરક કે મનુષ્ય ગતિમાં અથવા પુરુષ કે સ્ત્રીપણે જીવ તેટલો કાલ રહી શકે છે. ત્યાર પછી તે અવશ્ય તિર્યંચ નપુંસકપણે ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિય નપુસકનું અંતર - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું છે. જેમ કે એકેન્દ્રિય જીવ એકેન્દ્રિયપણાને છોડીને બેઇન્દ્રિયાદિમાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પસાર કરી પુનઃ એકેન્દ્રિયમાં જન્મ ધારણ કરે તો એકેન્દ્રિય નપુંસકનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું થાય છે. ઉત્પષ્ટ જો તે જીવ બેઇન્દ્રિયાદિ ત્રસ પર્યાયમાં જ સંસાર પરિભ્રમણ કરે તો ઉત્કૃષ્ટ સંખ્યાતા વર્ષ અધિક બે હજાર સાગરોપમ પર્યત રહી શકે છે, કારણ કે ત્રસકાયની કાયસ્થિતિ તેટલી છે. ત્યાર પછી અવશ્ય એકેન્દ્રિયાદિ સ્થાવર પર્યાયને પ્રાપ્ત કરે છે, તેથી એકેન્દ્રિય નપુંસકનું અંતર સંખ્યાત વર્ષ અધિક બે હજાર સાગરોપમનું થાય છે.