________________
પ્રતિપત્તિ-૨
૧૫૯ ]
પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાયિક એકેન્દ્રિય નપુંસકનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે, કારણ કે પૃથ્વી આદિ જીવ પૃથ્વી આદિ અવસ્થા છોડીને વનસ્પતિમાં જાય તો ત્યાં અનંતકાલ વ્યતીત કરે છે.
વનસ્પતિ એકેન્દ્રિય નપુંસકનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ પ્રમાણ છે. વનસ્પતિ એકેન્દ્રિયમાંથી નીકળીને જીવ પૃથ્વી આદિમાં જન્મ-મરણ કરે તો ઉત્કૃષ્ટ અસંખ્યાતકાલ વ્યતીત કરી શકે છે. ત્યાર પછી તે અવશ્ય વનસ્પતિમાં જન્મ ધારણ કરે છે, તેથી વનસ્પતિ એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાલ પ્રમાણ થાય છે. તે અસંખ્યાત કાલ, ક્ષેત્રથી અસંખ્યાત લોક પ્રમાણ અને કાલથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાલ પ્રમાણ અર્થાત્ પૃથ્વીકાલ પ્રમાણ છે.
ત્રણ વિકલક્રિય અને તિર્યંચ પંચેન્દ્રિયનું અંતર– જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલવનસ્પતિકાલ પ્રમાણ છે. જેમ કે- બેઇન્દ્રિયાદિ જીવો ત્યાંથી નીકળીને વનસ્પતિકાયમાં જન્મ-મરણ કરતાં અનંતકાલ પસાર કરીને ત્યાર પછી અવશ્ય બેઇન્દ્રિયાદિરૂપે ઉત્પન્ન થાય છે, તેથી તેનું ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે. મનુષ્ય નપુંસકનું અંતર – ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ પ્રમાણ છે. જેમ કે—કોઈજીવ મનુષ્ય નપુંસક અવસ્થાનો ત્યાગ કરી અન્ય ગતિ અથવા અન્ય વેદમાં પરિભ્રમણ કરતાં-કરતાં વનસ્પતિ આદિમાં જાય તો ત્યાં અનંતકાલ પસાર થાય છે. ત્યાર પછી પુનઃ મનુષ્ય નપુંસકપણે જન્મ ધારણ કરે, તો તેનું ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર થાય છે.
ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અર્ધ પુગલ પરાવર્તન કાલ પ્રમાણ છે. જઘન્ય-ચારિત્ર ભાવમાં સ્વાભાવિક રીતે પરિણામોનું એક સમયમાં પરિવર્તન સંભવિત હોવાથી નપુંસક વેદી ધર્માચરણી પરિણામોથી સ્ત્રીવેદને પ્રાપ્ત કરી એક સમયમાં પુનઃ નપુંસકવેદના પરિણામોને પ્રાપ્ત થઈ જાય તો નપુંસક વેદનું જઘન્ય એક સમયનું અંતર ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ- તે જીવ અનંત સંસારમાં પરિભ્રમણ કરીને ત્યાર પછી જો ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે તો અનંતકાલ વ્યતીત થાય છે. તે અનંત કાલ, કાલથી અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી યાવતુ અર્ધ પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ થાય છે. કર્મભૂમિજ, ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસકોનું અંતર પણ તે જ પ્રમાણે સમજવું થાવત્ ધર્મચરણની અપેક્ષા ઉત્કૃષ્ટ અર્ધ પુદ્ગલ પરાવર્તનનું છે. અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોનું અંતર :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે. અકર્મભૂમિના યુગલિકોમાં નપુંસકવેદ નથી, તેથી આ અંતર સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ છે. સમૂર્છાિમ મનુષ્યો ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય ગતિને પ્રાપ્ત કરે અને ત્યાં અંતમુહૂર્તનું આયુષ્ય ભોગવીને પુનઃ અકર્મભૂમિમાં સંમૂર્છાિમ મનુષ્યપણે જન્મ ધારણ કરી શકે છે, તેથી જઘન્ય અંતર્મુહૂર્તનું અંતર થાય છે અને ઉત્કૃષ્ટ અનંતકાલનું એટલે વનસ્પતિ કાલ પ્રમાણ અંતર છે.
સંહરણની અપેક્ષાએ અંતર જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ પ્રમાણ છે. જેમ કે- કોઈ દેવ ભરત ક્ષેત્ર આદિ કર્મભૂમિના કોઈ નપુંસક મનુષ્યનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લાવ્યા હોય, ત્યાં થોડા સમય રાખ્યા પછી પુનઃ તેનું સંહરણ કરીને સ્વસ્થાને લાવે અને અંતર્મુહૂર્ત પછી પુનઃ તેનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લાવે તો સહરણની અપેક્ષાએ અકર્મભૂમિના નપુંસકનું અંતર અંતર્મુહૂર્ત પ્રમાણ થાય છે. ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ થાય છે.