________________
પ્રતિપત્તિ-૨
૧૫૫
સુધી રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક (આઠ) ક્રોડ પૂર્વવર્ષ સુધી રહે છે. આ જ રીતે જલચર, ચતુષ્પદ સ્થલચર, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર તિર્યંચ નપુંસકોના વિષયમાં પણ જાણવું જોઈએ.
१०१ मणुस्स णपुंसगस्स णं भंते ! मणुस्स णपुंसए त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! खेत्तं पडुच्च जहण्णेणं अंतोमुहुत्त, उक्कोसेणं पुव्वकोडिपुहुत्तं । धम्मचरणं पडुच्च जहण्णेणं एक्कं समयं उक्कोसेण देसूणा पुव्वकोडी । एवं कम्मभूमिग भरहेरवयपुव्वविदेह अवरविदेहेसु वि भाणियव्वं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! મનુષ્ય નપુંસક, મનુષ્ય નપુંસકરૂપે કેટલા કાલ સુધી રહે છે ? ઉત્તરહે ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષ અને ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડ પૂર્વવર્ષ સુધી રહે છે. આ જ રીતે કર્મભૂમિના ભરત-ઐરવત ક્ષેત્ર, પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહ ક્ષેત્રના નપુંસકોના વિષયમાં પણ જાણવું જોઈએ.
१०२ अकम्मभूमिग मणुस्स णपुंसए णं भंते ! अकम्मभूमिगमणुस्स णपुंसए त्ति कालओ केवच्चिरं होइ ? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेण मुहुत्तपुहुत्तं । संहरणं पडुच्च जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं देसूणा पुव्वकोडी । एवं सव्वेसिं जाव अंतरदीवगाणं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અકર્મભૂમિના મનુષ્ય નપુંસક, અકર્મભૂમિના મનુષ્ય નપુંસકરૂપે કેટલા કાલ સુધી રહે છે ? ઉત્તર- હે ગૌતમ ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનેક અંતર્મુહૂર્ત સુધી રહે છે. સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ સુધી રહી શકે છે. આ જ પ્રમાણે અંતરદ્વીપ સુધી સર્વ ક્ષેત્રના મનુષ્યોની કાયસ્થિતિ જાણવી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નપુંસકોની કાયસ્થિતિનું કથન છે.
સામાન્ય રીતે નપુંસકની કાયસ્થિતિ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. જેમ કે– જઘન્ય–કોઈ નપુંસકવેદી જીવ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરીને વેદ ઉપશાંત કરીને અવેદી અવસ્થાને પ્રાપ્ત કરે, ત્યાર પછી તે જીવ પતિત થઈને પુનઃ નપુંસકવેદને પ્રાપ્ત કરે અથવા એક સમયમાંં મૃત્યુ પામે, તો તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ ને અવશ્ય પુરુષવેદને પ્રાપ્ત કરે છે, કારણ કે અનુત્તર વિમાનમાં પુરુષવેદ જ છે. આ રીતે નપુંસકવેદની જઘન્ય એક સમયની કાયસ્થિતિ ઘટિત થાય છે.
ઉત્કૃષ્ટ– કોઈ જીવ નપુંસક રૂપે અનંતકાલ પર્યંત નરક, નિગોદ આદિ સ્થાનોમાં પરિભ્રમણ કર્યા કરે તો અનંતકાલની કાયસ્થિતિ થાય છે. તે અનંતકાલ, કાલની અપેક્ષાએ આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય છે તેટલા પુદ્ગલ પરાવર્તનકાલ પ્રમાણ તેમાં અનંત ઉત્સર્પિણી, અવસર્પિણીકાલ પસાર થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ અનંતલોકના આકાશ પ્રદેશ પ્રમાણ છે. આ વનસ્પતિકાલને પ્રસ્તુત સૂત્રમાં તરુકાલ કહ્યો છે.
નારક નપુંસકોની કાયસ્થિતિ :– નારકીઓની ભવસ્થિતિ પ્રમાણે જ કાયસ્થિતિ હોય છે.