________________
૧૫૪ ]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
છે અને સહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની છે. પ૬ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની - સ્થિતિ પણ જન્મ અને સંહરણની અપેક્ષાએ અકર્મભૂમિની સમાન છે. નપુંસકોની કાયસ્થિતિ:| ९७ णपुंसए णंभंते ! णपुंसए त्तिकालओ केवच्चिर होइ? गोयमा !जहण्णेणं एक्कं समय उक्कोसेण तरुकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નપુંસક નપુંસક રૂપે નિરંતર કેટલા સમય સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી રહી શકે છે.
९८ रइय णपुंसए णं भंते ! णेरइय णपुंसए त्ति कालओ केवच्चिर होइ ? गोयमा ! जहण्णेणंदसवाससहस्साई, उक्कोसेणतेत्तीसंसागरोवमाई। एवंपुढवीए ठिई भाणियव्वा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક નપુંસક, નૈરયિક નપુંસક રૂપે કેટલા કાલ સુધી રહે છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ સુધી નૈરયિક નપુંસક, નૈરયિક નપુંસક રૂપે રહે છે. આ રીતે સાતે નરક પૃથ્વીઓની સ્થિતિનું કથન કરવું જોઈએ. | ९९ तिरिक्खजोणिय णपुंसए णं भंते? तिरिक्खजोणियणपुंसए त्तिकालओ केवच्चिरं होइ ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं वणस्सइकालो। ... एवं एगिदिय णपुंसगस्स, वणस्सइकाइयस्स वि एवमेव । सेसाणं जहण्णेणं अतोमुहुत्तंउक्कोसेण असंखेज्जकाल-असंखेज्जाओ उस्सप्पिणी ओसप्पिणीओकालओ, खेत्तओ असंखेज्जा लोगा। बेइदिय तेइदिय चउरिदिय णपुंसगाण य जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेणं संखेज्जकालं। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! તિર્યંચ નપુંસક, તિર્યંચ નપુંસક રૂપે કેટલા કાલ સુધી રહે છે?
ઉત્તર-હે ગૌતમ!જઘન્ય અંતર્મુક્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી તિર્યંચ નપુંસક, તિર્યંચ નપુંસક રૂપે રહે છે. આ જ રીતે એકેન્દ્રિય નપુંસક અને વનસ્પતિ કાયની કાયસ્થિતિ જાણવી. શેષ પૃથ્વીકાય આદિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી રહે છે. આ અસંખ્યાતકાળમાં અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલ પસાર થાય છે અને ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત લોકના આકાશ પ્રદેશોનું અપહરણ થાય છે. બેઈન્દ્રિય તે ઇન્દ્રિય ચૌરેન્દ્રિય નપુંસક જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સંખ્યાતકાળ સુધી રહે છે. १०० पंचिंदिय तिरिक्खजोणिय णपुंसगाणंणं भंते ! पंचिंदियतिरिक्खजोणिय णपुंसए त्ति कालओ केवच्चिर होइ?
गोयमा !जहण्णेणं अंतोमुहत्तंउक्कोसेणंपुवकोडिपुहुत्तं । एवं जलयतिरिक्ख, चउप्पय-थलयर, उरगपरिसप्प, भुयगपरिसप्प,खेचराण वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકો, પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકરૂપે કેટલા કાલ