________________
| પ્રતિપત્તિ-૨
૧૫૩ ]
ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષ બાવીસ હજાર વર્ષ સાત હજાર વર્ષ
ત્રણ અહોરાત્રિ
તિર્યંચ નપુંસકોના ભેદ સમુચ્ચય એકેન્દ્રિય નપુંસક પૃથ્વીકાય નપુંસક અષ્કાય નપુંસક તેજસકાય નપુંસક વાયુકાય નપુંસક વનસ્પતિકાય નપુંસક બેઇન્દ્રિય નપુંસક તેઇન્દ્રિય નપુંસક ચૌરેન્દ્રિય નપુંસક સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચ નપુંસક જલચર નપુંસક સ્થલચર નપુંસક ખેચર નપુંસક
અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત
ત્રણ હજાર વર્ષ દશ હજાર વર્ષ
બાર વર્ષ ૪૯ અહોરાત્રિ
છ માસ પૂર્વકોટિ વર્ષ પૂર્વકોટિ વર્ષ પૂર્વકોટિ વર્ષ પૂર્વકોટિ વર્ષ
મનુષ્ય નપુંસકોની ભવસ્થિતિ - જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષ છે.
કર્મભૂમિના મનુષ્ય નપુંસકોની– ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. તે જ રીતે ભરત, ઐરવત અને મહાવિદેહ ક્ષેત્રના મનુષ્ય નપુંસકોની સ્થિતિ જાણવી. ભરત-ઐરાવત ક્ષેત્રમાં સુષમસુષમાકાલની અપેક્ષાએ સ્ત્રી અને પુરુષવેદની ત્રણ પલ્યોપમની સ્થિતિ હોય છે પરંતુ નપુંસકવેદમાં યુગલિકો ન હોવાથી ક્રોડપૂર્વ વર્ષથી વધુ સ્થિતિ હોતી નથી.
- કર્મભૂમિના સર્વેય બોલમાં ધર્માચરણની અપેક્ષાએ મનુષ્ય નપુંસકની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે.
અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની- જન્મની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ છે. અકર્મભૂમિમાં નપુસક મનુષ્યો સંમૂર્છાિમ જ હોય છે. ત્યાં ગર્ભજ મનુષ્યો નપુંસક હોતા નથી.
સંમૂર્છાિમ મનુષ્યોની સ્થિતિ અંતર્મુહૂર્તથી અધિક હોતી નથી. તેમાં જઘન્ય સ્થિતિના અંતર્મુહૂર્તથી ઉત્કૃષ્ટ સ્થિતિના અંતર્મુહૂર્તનું કાલમાન વિશેષ હોય છે.
સંહરણની અપેક્ષાએ ગર્ભજ મનુષ્ય નપુંસક હોય તો તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વવર્ષની છે. જેમ કે– કર્મભૂમિના ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા કોઈનપુંસક મનુષ્યનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લાવવામાં આવે અને તે મનુષ્ય અકર્મભૂમિમાં પોતાનું ક્રોડપૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે, તો તેની અપેક્ષાએ અકર્મભૂમિના નપુંસક મનુષ્યની સ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષની થાય છે. ગર્ભસ્થ જીવનું સંહરણ થતું ન હોવાથી ગર્ભકાલ ન્યૂન થતાં દેશોન પૂર્વક્રોડ વર્ષની સ્થિતિ થાય છે. આ રીતે ૩૦ અકર્મભૂમિના પ્રત્યેક ક્ષેત્રમાં નપુંસક મનુષ્યની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની