________________
[ ૧૫ર |
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
उक्कोसेणं देसूणा पुव्वकोडी। कम्मभूमग-भरहेरवय पुव्वविदेह-अवरविदेह मणुस्स णपुंसगस्स वि तहेव। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવનું ! મનુષ્ય નપુંસકની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષની સ્થિતિ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. કર્મભૂમિના ભરત, ઐરાવત, પૂર્વવિદેહ-પશ્ચિમવિદેહના મનુષ્ય નપુંસકની સ્થિતિ પણ તેટલી જ કહેવી જોઈએ. | ९६ अकम्मभूमग मणुस्सणपुंसगस्सणं भंते ! केवइयंकालं ठिई पण्णत्ता? गोयमा ! जम्मणं पडुच्च जहण्णेणं अतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं । साहरणं पडुच्च जहण्णेणं अतोमुहुत्त उक्कोसेण देसूणा पुव्वकोडी । एवं जाव अंतरदीवगाणं । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અકર્મભૂમિના મનુષ્ય નપુંસકની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતર્મુહુર્તની સ્થિતિ છે અને સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષની સ્થિતિ છે. આ રીતે અંતરદ્વીપ મનુષ્ય નપુંસકો સુધીની સ્થિતિ કહેવી જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નપુંસકોની ભવસ્થિતિ- એક ભવની કાલમર્યાદાનું નિરૂપણ છે. નૈરયિક નપુંસકોની ભવસ્થિતિ - સામાન્ય રીતે નપુંસકની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. તેમાં જઘન્ય સ્થિતિનું કથન તિર્યંચ અને મનુષ્ય નપુંસકની અપેક્ષાથી છે અને ઉત્કૃષ્ટ સ્થિતિનું નિરૂપણ સાતમી નરક પૃથ્વીના નપુંસકની અપેક્ષાએ છે. સાત પ્રકારના નારક નપુંસકની સ્થિતિ આ પ્રમાણે છે|કમ નૈરયિક નપુસકોના ભેદ ૧ | રત્નપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક દશ હજાર વર્ષ
એક સાગરોપમ ૨ | શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક એક સાગરોપમ
ત્રણ સાગરોપમ ૩ | વાલુકાપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક ત્રણ સાગરોપમ
સાત સાગરોપમ ૪ | પંકપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક સાત સાગરોપમ
દશ સાગરોપમાં ધૂમપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક દશ સાગરોપમ
સત્તર સાગરોપમ | ૬ | તમઃપ્રભા પૃથ્વી નૈરયિક નપુંસક | સત્તર સાગરોપમ | બાવીસ સાગરોપમ | ૭ | અધઃસપ્તમ પૃથ્વી નૈરયિકનપુંસક | બાવીસ સાગરોપમાં તેત્રીસ સાગરોપમ તિર્યંચ નપસકોની ભવસ્થિતિ :- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષની છે. તિર્યંચ નપુંસકોમાં ક્રોડ પૂર્વવર્ષથી અધિક સ્થિતિ હોતી નથી. કારણ કે ક્રોડપૂર્વ વર્ષથી અધિક સ્થિતિ યુગલિકોમાં હોય છે અને યુગલિકોમાં નપુંસકવેદ નથી. એકેન્દ્રિયાદિની અપેક્ષાએ તિર્યંચ નપુંસકોની સ્થિતિ આ પ્રમાણે છે.
હ |
0 |
|
ન |