________________
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર
મનુષ્ય નપુસક ક્ષેત્રની અપેક્ષાએ તેના ત્રણ પ્રકાર છે– કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના મનુષ્ય નપુંસક. તેમાં કર્મભૂમિના ગર્ભજ અને સંમૂર્ચ્છિમ બંને પ્રકારના મનુષ્યોમાં નપુંસક વેદ હોય છે. સંમૂર્ચ્છિમ મનુષ્યોમાં માત્ર નપુંસક વેદ જ હોય છે અને ગર્ભજ મનુષ્યોમાં ત્રણે વેદ હોવાથી ગર્ભજ નપુંસક મનુષ્ય હોય છે. ત્રીસ અકર્મભૂમિ, છપ્પન અંતરદ્વીપના ગર્ભજ યુગલિક મનુષ્યોમાં નપુંસકવેદ નથી. યુગલિકોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ જ હોય છે, તેમ છતાં ત્યાં સંમૂર્છિમ મનુષ્યોમાં નપુંસકવેદ હોય છે અને સંહરણની અપેક્ષાએ ગર્ભજ નપુંસક મનુષ્ય પણ હોય છે.
૧૫૦
નપુંસકોના ભેદ–પ્રભેદ
તિર્યંચ
નારક
૧. રત્નપ્રભા પૃથ્વી નારક નપું
૨. શર્કરા રત્નપ્રભા પૃથ્વી નારક નપું
૩. વાલુકાપ્રભા પૃથ્વી નારક નપું
૪. પંકપ્રભા પૃથ્વી નારક નપું
૫. ધૂમપ્રભા પૃથ્વી નારક નપું
ગર્ભજ સંમૂર્છિમ
૬. તમઃપ્રભા પૃથ્વી નારક નપું ૭. તમસ્તમા પૃથ્વી નારક નપું
નપુંસક
નપુંસક
એકેન્દ્રિય નવું બેઇન્દ્રિય નવું તેઇન્દ્રિય નપુ ચૌરેન્દ્રિય નવું પંચેન્દ્રિય નપું
મનુષ્ય
૧૫
૩૦
૫
કર્મભૂમિજ નવું અકર્મભૂમિજ નપું અંતરદ્વીપજ નપું
પૃથ્વી નપું પાણી નપું અગ્નિ નપું વાયુ નપું વનસ્પતિ નપું
જલચર નપું સ્થલચર નપું ઉ૨પરિસર્પ નપું ભુજપરિસર્પ નપું ખેચર નપું
નપુંસકની ભવસ્થિતિઃ
८९ पुंसस्स णं भंते! केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं उक्कोसेण तेत्तीसं सागरोवमाइं ।
ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્ ! નપુંસકની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ છે.