________________
| પ્રતિપત્તિ-૨
[ ૧૪૯ ]
બેઇન્દ્રિય નપુંસકનું વર્ણન છે. તેઈન્દ્રિય અને ચૌરેન્દ્રિય નપુંસકનું કથન પણ બેઈન્દ્રિયની જેમ જ છે.
८६ से किंतंभंते ! पंचिंदिय-तिरिक्खजोणियणपुंसगा?गोयमा !पंचिंदिय-तिरिक्ख जोणियणपुसगा तिविहा पण्णत्ता,तं जहा- जलयरा,थलयरा,खहयरा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના ત્રણ પ્રકાર છે જેમ કે- જલચર, સ્થલચર અને ખેચર.
८७ से किं तं भंते ! जलयरा? गोयमा ! सोचेव पुव्वुत्तभेदो आसालिय सहिओ भाणियव्वो। सेतं पचिंदियतिरिक्खजोणियणपुसगा। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! જલચરના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! પૂર્વોક્ત- પ્રથમ પ્રતિપત્તિમાં કહ્યા પ્રમાણે જલચરાદિ ત્રણેયના સર્વભેદ-પ્રભેદોનું કથન કરવું અહીં નપુંસકનું કથન હોવાથી તેમાં આસાલિક સહિત બધા તિર્યંચના ભેદોનું કથન કરવું જોઈએ. આ પંચેન્દ્રિય તિર્યંચ નપુંસકનું વર્ણન છે.
८ से किं भंते ! मणुस्सणपुंसगा? गोयमा !मणुस्सणपुंसगा तिविहा पण्णत्ता,तं जहा- कम्मभूमिगा, अकम्मभूमिगा, अंतरदीवगा। भेदो जावभाणियव्यो। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મનુષ્ય નપુંસકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના ત્રણ પ્રકાર છે, જેમ કે- કર્મભૂમિના, અકર્મભૂમિના અને અંતરદ્વીપના પૂર્વોક્ત ભેદ કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નપુંસકોના ભેદ-પ્રભેદનું પ્રતિપાદન છે. ગતિની અપેક્ષાથી નપુંસકના ત્રણ ભેદ છે– નારક નપુંસક, તિર્યંચ નપુંસક અને મનુષ્ય નપુંસક. દેવગતિમાં નપુંસક વેદ નથી.
નારક નપુંસક- નારક નપુંસકોના સાત નરક પૃથ્વીઓની અપેક્ષાથી સાત ભેદ થાય છે– (૧) રત્નપ્રભા પૃથ્વીનારક નપુંસક, (૨) શર્કરા પ્રભા પૃથ્વી નારક નપુંસક, (૩) વાલુકાપ્રભા પૃથ્વી નારક નપુંસક, (૪) પંકપ્રભા પૃથ્વી નારક નપુંસક, (૫) ધૂમપ્રભાપૃથ્વી નારક નપુંસક, (૬) તમ પ્રભા પૃથ્વી નારક નપુંસક, (૭) તમસ્તમપ્રભા પૃથ્વી નારક નપુંસક.
તિર્યંચ નપુંસક જાતિની અપેક્ષાથી તેના પાંચ ભેદ છે– એકેન્દ્રિયજાતિ નપુંસક, બેઇન્દ્રિય જાતિ નપુંસક, તેઇન્દ્રિયજાતિ નપુંસક, ચૌરેન્દ્રિયજાતિ નપુંસક અને પંચેન્દ્રિયજાતિ નપુંસક.
એકેન્દ્રિયાદિના ભેદ-પ્રભેદોનું કથન પ્રથમ પ્રતિપત્તિ અનુસાર જાણવું. સર્વ એકેન્દ્રિયને એક નપુંસકવેદ જ હોય છે. સાત્તિ સદિઓ :-તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉરપરિસર્પના ચાર ભેદમાં આસાલિકમાં એક નપુંસક વેદ જ હોય છે. તેથી આ પ્રતિપતિના સ્ત્રી-પુરુષના કથનમાં આ ભેદનો ઉલ્લેખ નથી. પ્રથમ પ્રતિપત્તિમાં તિર્યંચોના ભેદ-પ્રભેદના કથનમાં તેનું વર્ણન છે. તનુસાર તિર્યંચ નપુંસકના આ વર્ણનમાં તેનું કથન આવશ્યક છે. માટે અહીં માતાતિય સદિઓઆ પાઠ આવશ્યક છે. પ્રાયઃ પ્રતોમાં આસાનિય વન્નિશો પાઠ છે પરંતુ વિશ્વભારતી લાડનૂથી પ્રકાશિત પ્રત અનુસાર આસિય દિપાઠ ઉપયુક્ત સમજાતાં પ્રસ્તુતમાં તે પાઠનો સ્વીકાર કર્યો છે.