________________
| પ્રતિપત્તિ-૨
[ ૧૪૧ ]
ઉત્કૃષ્ટ– પુરુષ, પુરુષ પર્યાયને છોડીને સ્ત્રી કે નપુંસક પર્યાયને પ્રાપ્ત કરીને અનંત સંસારમાં પરિભ્રમણ કરે, નિગોદ આદિ સ્થાનમાં અનંતકાલ વ્યતીત કરે, ત્યાર પછી પુનઃ પુરુષ પર્યાય પ્રાપ્ત કરે, તો ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલ પ્રમાણ થાય છે. તેમાં કાલથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીકાલ પસાર થઈ જાય છે. ક્ષેત્રથી અનંત લોકના પ્રદેશોનો અપહાર થઈ જાય છે અને અસંખ્યાત પુગલ પરાવર્તન પસાર થઈ જાય છે. તે પુલ પરાવર્તનકાલ આવલિકાના સમયોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોય છે. તિર્યંચ પુરુષોનું અંતર – જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. તે જ રીતે જલચર આદિ પુરુષોનું અંતર જાણવું. મનુષ્ય પુરુષોનું અંતર - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અર્ધપુલ પરાવર્તનકાલ પ્રમાણ છે. તે જ રીતે કર્મભૂમિના પુરુષોનું ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રના પુરુષોનું અંતર જાણવું. અકર્મભૂમિના અને અંતરદ્વીપના પુરુષોનું અંતર જન્મની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અનંતકાલનું છે અને સંહરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલનું અંતર છે. દેવ પરુષોનું અંતર :- જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. જઘન્ય- કોઈ દેવ પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અંતર્મુહૂર્તના આયુષ્ય સહિત ઉત્પન્ન થાય, તે આયુષ્ય પૂર્ણ કરીને પુનઃ દેવ થાય તો જઘન્ય અંતર ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ- અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કર્યા પછી દેવરૂપે ઉત્પન્ન થાય તો ઉત્કૃષ્ટ અંતર ઘટિત થાય છે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, એકથી આઠદેવલોકના દેવોનું અંતર પણ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાલ છે.
અંતર્મુહૂર્તની સ્થિતિના ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય મરીને આઠ દેવલોક સુધી જઈ શકે છે તેથી આઠ દેવલોક સુધીના દેવોનું જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું થાય છે.
નવમા આનત દેવલોકથી નવગ્રેવેયક પર્વતના દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ, ઉત્કૃષ્ટ અનંતકાલ છે. તિર્યંચ પંચેન્દ્રિય આનત(નવમા) આદિદેવલોકોમાં ઉત્પન્ન થતા નથી. મનુષ્યમાં અનેક વર્ષના આયુષ્યવાળા મનુષ્યો જ ત્રીજા દેવલોકથી અનુત્તર વિમાન સુધીના આયુષ્યનો બંધ કરી શકે છે, તેથી તેનું જઘન્ય અંતર અનેક વર્ષ છે અને ઉત્કૃષ્ટ અંતર નવધૈવેયક સુધી વનસ્પતિકાલ પ્રમાણ પૂર્વવત્ છે. અનુત્તર વિમાનના દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ છે પરંતુ ઉત્કૃષ્ટ અંતર સાધિક સંખ્યાતા સાગરોપમ છે.
ચાર અનુત્તર વિમાનના દેવો અનંતકાલ પર્યત સંસાર પરિભ્રમણ કરતા નથી. શ્રી ભગવતી સૂત્ર, અનુસાર તે દેવ ઉત્કૃષ્ટ તેર ભવ કરે છે. તેમાં મનુષ્યના સાત અને વૈમાનિક દેવના છ ભવ કરે. તેમાં સંખ્યાત સાગરોપમ કાલ દેવ ભવોમાં વ્યતીત થાય છે અને મનુષ્યભવની સ્થિતિની અપેક્ષાએ કંઈક અધિક થાય છે.
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોને અંતર નથી કારણ કે તે દેવો એક મનુષ્ય ભવ કરી મોક્ષે જાય છે, તેથી તેનું અંતર નથી. પુરુષોનું અલ્પબદુત્વઃ|७७ अप्पाबहुयाणि जहेवित्थीणं जावएएसिं णं भंते ! देवपुरिसाणं भवणवासीणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाण य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वातुल्ला वा विसेसाहियावा?
गोयमा ! सव्वत्थोवा वेमाणियदेवपुरिसा, भवणवइदेवपुरिसा असंखेज्जगुणा,