________________
[ ૧૪૦]
શ્રી જીવાજીવાભિગમ સૂત્ર | |७३ मणुस्सपुरिसाणं भंते ! केवइयंकालं अंतर होइ ? गोयमा !खेत्तं पडुच्च जहण्णेणं अतोमुहत्तंउक्कोसेणवणस्सइकालो। धम्मचरणं पडुच्च जहण्णेणं एक्कंसमयउक्कोसेण अणंतकालं अणंताओउस्सप्पिणी ओसप्पिणीओ जावअवड्डपोग्गलपरियट्टदेसूर्ण। ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્! મનુષ્ય પુરુષોનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળનું અંતર છે. ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અનંત કાલ. આ અનંત કાલમાં અનંત ઉત્સર્પિણીઓ અવસર્પિણીઓ પસાર થઈ જાય છે યાવત તે દેશોન અર્ધપુગલ પરાવર્તનકાલ થાય છે. |७४ कम्मभूमगाणं जावविदेहो जावधम्मचरणे एक्को समओ सेसंजहित्थीणं जाव अंतरदीवगाण। ભાવાર્થ :- કર્મભૂમિના પુરુષોનું અંતર યાવત વિદેહક્ષેત્રના પુરુષોનું અંતર યાવત ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અંતર અને શેષ કથન સ્ત્રીઓના અંતર પ્રમાણે જાણવું યાવત અંતરદ્વીપના પુરુષો સુધીનું અંતર જાણવું. [७५ देवपुरिसाणं जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं वणस्सइकालो । भवणवासिदेवपुरिसाणं ताव जावसहस्सारो, जहण्णेणं अंतोर्मुहूर्त उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ-દેવપુરુષોનું જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલનું છે. આ જ રીતે ભવનવાસી દેવોથી સહસાર દેવલોક સુધીના દેવોના વિષયમાં જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાલનું જાણવું [७६ आणतदेवपुरिसाणं भंते ! केवइयंकालं अंतर होई ? गोयमा !जहण्णेणं वासपुहत्तं उक्कोसेणंवणस्सइकालो। एवं जावगेवेज्जदेवपुरिसस्सवि। अणुत्तरोववाइयदेवपुरिसस्स जहण्णेणं वासपुहुत्तंउक्कोसेण सखेज्जाइसागरोवमाइंसाइरेगाई। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! આનત દેવોનું અંતર કેટલું છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળનું અંતર હોય છે. આ પ્રમાણે રૈવેયક દેવો સુધીનું પણ અંતર જાણવું જોઈએ. અનુત્તરોપપાતિક દેવોનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમથી કંઈક અધિક હોય છે. વિવેચન -
પ્રસ્તુત સૂત્રોમાં પુરુષ વેદનું અંતર સ્પષ્ટ કર્યું છે. સમુચ્ચય પુરુષનું અંતર :- સામાન્ય રૂપે પુરુષ પુરુષ પર્યાય છોડ્યા પછી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળના અંતર પછી પુનઃ પુરુષ પર્યાયને પ્રાપ્ત કરી શકે છે. જઘન્ય- કોઈ પુરુષ ઉપશમ શ્રેણી પર ચઢી પુરુષવેદને ઉપશાંત કરે અને એક સમય પછી આયુષ્ય પૂર્ણ થતાં મરીને દેવપુરુષમાં અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે એક સમયનું જઘન્ય અંતર ઘટિત થાય છે. ' ઉપશમ શ્રેણી પર ચઢેલા સ્ત્રી, પુરુષ કે નપુંસક વેદનું ઉપશમન કરીને કાલધર્મ પામે તો અવશ્ય અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અનુત્તરવિમાનમાં એકાંત પુરુષવેદ છે, તેથી તે સાધક એક સમય પછી અવશ્ય પુરુષવેદને પ્રાપ્ત કરે છે. આ રીતે પુરુષનું અંતર એક સમયનું થાય છે.