________________
| પ્રતિપત્તિ-૨,
[ ૧૩૯ ]
મનુષ્ય પુરુષ – સમુચ્ચય મનુષ્ય પુરુષની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે અને ધર્માચરણની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડ વર્ષની કાયસ્થિતિ છે.
સમુચ્ચય કર્મભૂમિના પુરુષની કાયસ્થિતિ-જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(સાત) ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. ભરત-ઐરાવતક્ષેત્રના પુરુષોની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. મહાવિદેહક્ષેત્રના પુરુષોની જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અનેક(આઠ) ક્રોડપૂર્વ વર્ષની છે અને સર્વત્ર કર્મ ભૂમિજ ક્ષેત્રમાં મનુષ્ય પુરુષોની ધર્માચરણની અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ દેશોન પૂર્વક્રોડ વર્ષ છે.
અકર્મભૂમિના પરુષ– અકર્મભૂમિના પરુષ મરીને અકર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી કારણ કે યુગલિકો અવશ્ય દેવગતિને જ પ્રાપ્ત કરે છે, તેથી તેની ભવસ્થિતિ પ્રમાણે જ કાયસ્થિતિ છે.
સહરણ અપેક્ષાએ- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમ છે. જઘન્ય- કર્મભૂમિના કોઈ પુરુષનું આયુષ્ય અંતર્મુહૂર્ત શેષ રહે ત્યારે તેનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય અને તે પુરુષ અકર્મભૂમિમાં અંતર્મુહૂર્તનું આયુષ્ય પૂર્ણ કરીને અન્યત્ર ઉત્પન્ન થાય, તો જઘન્ય સ્થિતિ ઘટિત થાય છે. ઉત્કૃષ્ટ- કર્મભૂમિના ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા પુરુષનું સંહરણ કરીને દેવકુરુઉત્તરકુરુક્ષેત્રમાં લઈ જાય અને તે પુરુષ પોતાનું આયુષ્યપૂર્ણ કરીને તે જ ક્ષેત્રમાં પુરુષરૂપે ત્રણ પલ્યોપમની સ્થિતિ સહિત ઉત્પન્ન થાય, તો તેની કાયસ્થિતિ દેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક ત્રણ પલ્યોપમની થાય છે.
હેમવય-હરણ્યવય ક્ષેત્રના પુરુષની- હરણ અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ અધિક એક પલ્યોપમની છે. હરિવાસ-રમકવાસક્ષેત્રના પુરુષની સંહરણ અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટદેશોન ક્રોડપૂર્વ વર્ષ અધિક બે પલ્યોપમની છે. દેવકુરુ-ઉત્તરકુરુક્ષેત્રના પુરુષની સંહરણ અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ અધિક ત્રણ પલ્યોપમની છે. ૫૬ અંતરદ્વીપના પુરુષની સંહરણ અપેક્ષાએ કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન કોડ પૂર્વવર્ષ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. દેવપરુષ - દેવ મરીને દેવગતિમાં જતા નથી તેથી દેવપુરુષની ભવસ્થિતિ અને કાયસ્થિતિ એક સમાન છે. પુરુષોનું અંતર :|७१ पुरिसस्स णं भंते ! केवइयंकालं अंतर होइ? गोयमा !जहण्णेणं एक्कं समयं उक्कोसेण वणस्सइकालो। ભાવાર્થ :-પ્રશ્ન- હે ભગવન્! પુરુષનું અંતર કેટલું છે? અર્થાત્ પુરુષ-પુરુષ પર્યાય છોડીને ફરીથી કેટલા સમય પછી પુરુષ પર્યાયને પ્રાપ્ત કરે છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ પછી પુરુષ પર્યાયને પ્રાપ્ત કરે છે.
७२ तिरिक्खजोणियपुरिसाणंभंते ! पुच्छा? गोयमा !जहण्णेणं अंतोमुहत्तं उक्कोसेणं वणस्सइकालो। एवं जावखहयर तिरिक्खजोणियपुरिसाणं । ભાવાર્થ -પ્રશ્ન–હે ભગવન્!તિર્યંચ પુરુષોનું અંતર કેટલુ છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળનું અંતર છે. આ પ્રમાણે ખેચર તિર્યંચ પુરુષ સુધી જાણવું જોઈએ.